નેશનલ

શ્રીલંકામાં ભારે વરસાદ અને પૂરના પગલે છ જણનાં મોત

કોલંબો: શ્રીલંકાના ઘણાં હિસ્સામાં ભારે વરસાદના પગલે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. ભૂસ્ખલનની સંખ્યાબંધ ઘટનાઓ થતા અને વૃક્ષો તૂટી પડતાં છ જણનાં મોત થયાં હતાં. કેટલાક વિસ્તારોમાં શાળાઓ બંધ કરવામાં આવી હતી. એક સપ્તાહથી વધુ સમયથી ભારે વરસાદ પડી રહ્યો હોવાથી ખેતરોમાં અને રસ્તાઓ પર પાણી ભરાયાં છે.

કોલંબોની મુખ્ય હૉસ્પિટલના એક પ્રવકતા ડૉ. રુકસાન બેલાનાએ કહ્યું કે એક બસ પર જંગી વૃક્ષ પડતા પાંચ પ્રવાસીનાં મોત થયાં હતાં અને અન્ય પાંચને ઈજા થઈ હતી.
કોલંબોથી લગભગ ૧૩૦ કિલોમીટર દૂર ગાલે જિલ્લામાં ભૂસ્ખલન થયું હતું. જેમાં એક મકાન પર મોટો પથ્થર પડતા તેમાં રહેતા વ્યક્તિનું મોત થયું હતું.

શ્રીલંકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરે કહ્યું કે ૧૨ જિલ્લામાં પૂરના અને ભૂસ્ખલનના પગલે સેંકડો મકાનોને નુકસાન પહોંચ્યું હતું. ૧૪૭૩ પરિવારોને કામચલાઉ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા. દરિયાકાંઠે આવેલા મતારાના મોટા ભાગના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હોવાથી શાળાઓ બંધ કરવામાં આવી હતી. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button