નેશનલ

પરવાનગી વગર ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસ સ્થાને જઇ રહેલ 6 લોકોની ધરપકડ

નવી દિલ્હી: દિલ્હી પોલીસે રવિવારે કૃષ્ણ મેનન માર્ગ પર આવેલ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસ સ્થાન તરફ જઇ રહેલ એક જ પરિવારના છ સભ્યોની ધરપકડ કરી છે. આ અંગે વાત કરતાં ડેપ્યુટી કમીશનર ઓફ પોલીસ પ્રણવ તાયલે જણાવ્યું કે, અમને જાણકારી મળી હતી કે એક જ પરિવારના 6 સભ્યો યોગ્ય પરવાનગી વગર જ કૃષ્ણ મેનન માર્ગ પર તરફ જઇ રહ્યાં છે. આ લોકો આત્મહત્યાના ઇરાદા સાથે કેન્દ્રિય ગૃહ પ્રધાનના નિવાસ સ્થાન તરફ જઇ રહ્યાં હતાં.

પોલીસે કહ્યું કે, જ્યારે આ લોકો ગૃહ પ્રધાનના નિવાસ સ્થાન અંગે પૂછ પરછ કરી રહ્યાં હતાં અને શોધી રહ્યાં હતાં ત્યારે જ અમને આ અંગે સૂચના મળી હતી. સૂચના મળતાં જ અમારી એક ટીમ એ વિસ્તારમાં પહોંચી ગઇ હતી. અને એ લોકોને સમય રહેતાં જ પકડવામાં આવ્યા હતાં.


ડેપ્યુટી પોલીસ કમીશનર તાયલે કહ્યું કે, અમને જાણકારી મળી હતી કે એક જ પરિવારના છ લોકો કોઇ પણ પ્રકારની પરવાનગી વિના કૃષ્ણ મેનન માર્ગ પર આવી રહ્યાં છે. આ લોકોનો ઇરાદો ગૃહ પ્રધાનના નિવાસ સ્થાન સામે આત્મહત્યા કરવાનો હતો.


તાયલે વધુમાં જણાવ્યું કે, અમારી એક ટીમ એ વિસ્તારમાં પહોંચી અને જ્યારે એ લોકો ગૃહ પ્રધાનનું નિવાસ સ્થાન શોધી રહ્યાં હતાં ત્યારે કોઇ પણ પ્રકારની ખરાબ ઘટના ન બને તેનું ધ્યાન રાખી આ તમામ લોકોને પકડવામાં આવ્યા હતાં. સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ આ લોકો દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં રેકડીઓ લગાવે છે, અને રેકડીઓ હટાવવામાં આવતાં તેઓ હેરાન થયા હતાં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button