છત્તીસગઢમાં નક્સલીઓએ પ્લાન્ટ કરેલા છ આઇઇડી જપ્ત

કોડાગાંવઃ છત્તીસગઢના કોંડાગાંવ જિલ્લાના જંગલમાં સુરક્ષાકર્મીઓએ નક્સલવાદીઓ દ્વારા પ્લાન્ટ કરવામાં આવેલા છ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી) જપ્ત કર્યા હતા. આ જાણકારી પોલીસે શુક્રવારે આપી હતી.
આ પણ વાંચો: માઓવાદી વિચારધારાથી નિરાશાઃ ૧૦ લાખનું ઇનામ ધરાવતા નક્સલી દંપતિનું આત્મસમર્પણ
ફરસગાંવના સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી અનિલ વિશ્વકર્માના જણાવ્યા અનુસાર ગુરુવારે પેટ્રોલિંગમાં નીકળેલી જિલ્લા પોલીસની ટીમે ધનોરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મડગાંવના જંગલમાં ૪-૪ કિલો વજનના ત્રણ આઇઇડી અને ૩-૩ કિલોગ્રામ વજનના વધુ ત્રણ આઇઇડી જપ્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે નક્સલીઓએ સુરક્ષાકર્મીઓને નુકસાન પહોંચાડવા માટે પ્રેશર કુકરમાં વિસ્ફોટકો ભરીને તેને જમીનની અંદર છુપાવી દીધા હતા.
આ પણ વાંચો: નક્સલીઓએ ઝારખંડમાં કર્યો IED Blast, જવાન ઇજાગ્રસ્ત
વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે પોલીસના બોંબ ડિસ્પોઝલ સ્કવોડે આઇઇડીને નિષ્ક્રિય કરી નાખ્યા હતા અને એક મોટી દુર્ઘટના ટળી હતી. કોંડાગાંવ સહિત સાત જિલ્લાઓ ધરાવતા બસ્તર વિભાગમાં નક્સલ વિરોધી કામગીરી દરમિયાન નક્સલવાદીઓ વારંવાર સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે વિસ્ફોટકો પ્લાન્ટ કરે છે.