નેશનલ

કાર માટે છ ઍરબૅગ મરજિયાત: ગડકરી

નવી દિલ્હી: સરકાર કાર માટે છ ઍરબૅગ ફરજિયાત નહીં બનાવે, એમ કેન્દ્રના રોડ, પરિવહન અને હાઈવે ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ બુધવારે કહ્યું હતું. કારમાં પ્રવાસ કરતા લોકોની સલામતી માટે ઑક્ટોબર ૨૦૨૩થી છ ઍરબૅગ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ સરકારે ગયા વરસે મૂક્યો હતો. જોકે, હવે સરકાર એ નિયમ ફરજિયાત બનાવવા નથી ઈચ્છતી, એમ તેમણે કહ્યું હતું. કેન્દ્રના રોડ, પરિવહન અને હાઈવે ખાતાએ ગયા વરસે કહ્યું હતું કે કારમાં પ્રવાસ કરતા લોકોની સલામતી વધારવા માટે સેન્ટ્રલ મૉટર વ્હીકલ રૂલ (સીએમવીઆર)માં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પહેલી એપ્રિલ ૨૦૨૧ અને ત્યાર બાદ ઉત્પાદન કરવામાં આવેલા વાહનોમાં આગળની બંને બેઠક માટે ઍરબૅગ ફરજિયાત છે. ઍરબૅગ અકસ્માતના સમયે વાહનમાં પ્રવાસ કરતા લોકોને ગંભીર ઈજામાંથી બચાવે છે. (એજન્સી) ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button