પેપરલેસ બજેટ રજૂ કરવા સીતારમણ ટેબ્લેટ લઇને સંસદભવન પહોંચ્યાં
નવી દિલ્હી: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ ગુરુવારે ફરી એકવાર ટેબ્લેટને પરંપરાગત ‘ખાતાવહી’ની જેમ થેલીમાં મૂકીને વચગાળાનું બજેટ ૨૦૨૪-૨૫ રજૂ કરવા સંસદમાં પહોંચ્યા હતા. તેઓ છેલ્લા ત્રણ વર્ષની જેમ પેપરલેસ ફોર્મેટમાં બજેટ લઇને સંસદ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિને મળવા જતા પહેલા તેમણે અધિકારીઓની ટીમ સાથે તેમની ઓફિસની બહાર પરંપરાગત ‘બ્રિફકેસ’ સાથે ફોટા પડાવ્યા હતા. બજેટને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરવા માટે તેમના હાથમાં
બ્રીફકેસને બદલે ટેબલેટ હતું.
ટેબ્લેટને બ્રિફકેસને બદલે ગોલ્ડન કલરના રાષ્ટ્રીય પ્રતીક સાથે લાલ કવરમાં કાળજીપૂર્વક રાખીને તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા પછી સીધા સંસદમાં ગયા હતા.
ભારતના પ્રથમ પૂર્ણકાલિન મહિલા નાણા પ્રધાન સીતારમણે જુલાઇ ૨૦૧૯માં કેન્દ્રિય બજેટના કાગળો લઇ જવા માટે પરંપરાગત ‘ખાતાવહી’ માટે બજેટ બ્રિફકેસના વારસાને છોડ્યો હતો. તેમણે તે પછીના વર્ષે પણ તેનો ઉપયોગ કર્યો અને કોરોના મહામારીથી પ્રભાવિત ૨૦૨૧માં તેમણે તેમના ભાષણ અને અન્ય બજેટ દસ્તાવેજો લઇ જવા માટે કાગળોના બદલે ટેબ્લેટનો ઉપયોગ કર્યો હતો. એટલે કે તેમણે બજેટ પેપરલેસ કરી દીધું હતું જે પરંપરા ગુરુવારે યથાવત્ રહી હતી.
જ્યારે નરેન્દ્ર મોદી ૨૦૧૯ની ચૂંટણીમાં ફરીથી સત્તામાં આવ્યા અને ૫ જુલાઈ, ૨૦૧
૯ના રોજ તેમનું પ્રથમ બજેટ રજૂ કર્યું, ત્યારે તેમને નાણાં પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેમણે બજેટ દસ્તાવેજો લઇ જવા માટે લાલ કાપડના ફોલ્ડરનો ઉપયોગ કર્યો હતો. અગાઉ મોદી સરકારમાં પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલી અને પીયૂષ ગોયલ સહિત વિવિધ સરકારોના નાણાં પ્રધાનો પ્રમાણભૂત બજેટ બ્રિફકેસનો ઉપયોગ કરતા હતા.