નેશનલ

ભાણીના લગ્નમાં અધધ…આટલા કરોડનું મામેરું.. નોટો ગણતા ગણતા થાક્યા સાસરિયાં

હરિયાણા: દિવાળી પછી દેશભરમાં શિયાળો શરૂ થાય છે, અને શિયાળાની ફૂલગુલાબી ઠંડીની સાથે સાથે લગ્નની ઋતુ જામે છે. ત્યારે હરિયાણાના રેવાડીમાં એક અનોખી મામેરાની વિધિ જોવા મળી હતી જેમાં એક ભાઇએ તેની એકમાત્ર બહેનની દીકરીના મામેરામાં 1 કરોડ, 1 લાખ, 51 હજાર, 101 રૂપિયાની ચલણી નોટો સહિત કરોડો રૂપિયાની જ્વેલરી પણ દાનમાં આપી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે, જેને પગલે ભારતીય લગ્નમાં જોવા મળતા રીત-રિવાજો ચર્ચાનો વિષય બની રહ્યા છે.

હરિયાણાના રેવાડીમાં સતબીર નામના આ યુવકની એકમાત્ર બહેનની દીકરીના લગ્ન યોજાયા છે. સતબીરની બહેનના પતિનું થોડા સમય પહેલા અવસાન થયુ હતું જેને પગલે સતબીરે ભાણીના લગ્નની તમામ જવાબદારીઓ ઉપાડી છે. સતબીર પોતે ક્રેનનો વ્યવસાય કરે છે. મામેરામાં જ્યારે બધાની વચ્ચે તેણે ચલણી નોટો ફેરવી ત્યારે લગ્નમાં ઉપસ્થિત મહેમાનોની આંખો પહોળી થઇ ગઇ હતી.

રેવાડીના દિલ્હી-જયપુર હાઇવેને અડીને આવેલા અસલવાસ ગામમાં રહેતા સતબીરની બહેનના લગ્ન સિંદરપુરમાં યોજાયા છે. સતબીરની આ એક જ ભાણી છે. મામેરાની વિધિ વખતે સતબીરે 500 રૂપિયાની નોટોના બંડલ મૂક્યા. 1 કરોડ, 1 લાખ, 51 હજાર 101 રૂપિયાની સમગ્ર રકમ રોકડમાં આપવામાં આવી હતી. આ સિવાય સતબીરે તેની બહેન અને ભાણીને કરોડો રૂપિયાના ઘરેણાં અને અન્ય વસ્તુઓ પણ આપી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button