એક જ ઓવરમાં ચાર વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો સિરાજ
કોલંબો: કોલંબોમાં રમાયેલી એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે તરખાટ મચાવ્યો હતો. તેણે મેચમાં સાત ઓવરમાં ૨૧ રન આપી છ વિકેટ ઝડપી હતી. સિરાજે આ મેચમાં પોતાની બીજી ઓવરમાં ૪ વિકેટ ઝડપી એક જ
ઓવરમાં ચાર વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બની ગયો હતો.
મોહમ્મદ સિરાજે મેચની ચોથી ઓવરમાં પથુમ નિસાન્કા, સદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા અને ધનંજય ડી સિલ્વાને આઉટ કર્યા હતા. આ સાથે તેણે વન-ડે ક્રિકેટમાં પોતાની ૫૦ વિકેટ પણ પૂરી કરી હતી. તે સિવાય સિરાજ હવે વન-ડે ઈતિહાસમાં સૌથી ઝડપી ૫૦ વિકેટ ઝડપનાર ભારતનો પ્રથમ અને વિશ્ર્વ ક્રિકેટનો બીજો ખેલાડી બની ગયો છે.
વન-ડેમાં ૨૦૦૨ બાદ પ્રથમ વખત મોહમ્મદ સિરાજ પ્રથમ ૧૦ ઓવરમાં ૫ વિકેટ લેનારો પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યો છે. આ પહેલા વર્ષ ૨૦૦૩માં જવાગલ શ્રીનાથે શ્રીલંકા સામેની મેચમાં પ્રથમ ૧૦ ઓવરમાં ૪ વિકેટ, વર્ષ ૨૦૧૩માં ભુવનેશ્ર્વર કુમારે શ્રીલંકા સામે અને વર્ષ ૨૦૨૨માં જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડ સામેની મેચમાં ૧૦ ઓવરમાં ૪ વિકેટ ઝડપી હતી.