નેશનલ

રાજકારણમાં જંપલાવનાર ગાયિકા મૈથિલી ઠાકુર પણ મેદાનમાં; જીતનો દાવો કરી વિકાસના કામો ગણાવ્યા

અલીપૂર: બિહાર વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 242 વિધાનસભા સીટ પૈકી 121 વિધાનસભા સીટ પર આજે મતદાન થઈ રહ્યું છે. તેજસ્વી અને તેજ પ્રતાપ યાદવ સહિત અનેક દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે. આ ઉપરાંત સિંગર મૈથિલી ઠાકુર પણ ભાજપની સીટ પરથી ચૂંટણી લડી રહી છે. ત્યારે ગાયનના ક્ષેત્રમાંથી રાજકારણમાં જંપલાવનારા મૈથિલી ઠાકુરે પણ આગામી સમયમાં શું કામગીરી કરશે તે અંગે વાત કરી હતી.

અલીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર મૈથિલી ઠાકુરે જણાવ્યું કે, “હું મતવિસ્તારના બૂથની મુલાકાત લઈશ જેથી મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરી શકાય. જો હું જીતીશ, તો અમારા મેનિફેસ્ટોમાં ઉલ્લેખિત કાર્યો પૂર્ણ થાય તે માટે કામ કરીશ. આ ઉપરાંત, મારી અંગત આકાંક્ષાઓમાં સાંસ્કૃતિક કેન્દ્ર, કેન્દ્રીય વિદ્યાલય, ડિગ્રી કૉલેજ અને ગામડાં સુધીના રસ્તાઓ સારી રીતે જાળવવામાં આવે તેનો સમાવેશ થાય છે.”

અત્રે ઉલ્લેખનીય છે કે, મૈથિલી ઠાકુર સૌથી નાની ઉંમરના ઉમેદવાર છે અને જો તેઓ ચૂંટાય તો સંભવતઃ સૌથી યુવા ધારાસભ્ય બની શકે છે. તેમના મતવિસ્તાર અલીનગરમાં આજે પહેલા તબક્કાની ચૂંટણીમાં મતદાન થશે. મીડિયા સાથેની વાતચીતમાં ગાયિકામાંથી રાજકારણી બનેલા મૈથિલી ઠાકુરે કહ્યું કે બિહારના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન નીતીશ કુમાર દ્વારા કરવામાં આવેલા કાર્યોથી વાકેફ છે. તેમણે કહ્યું, “મારી પાસે રાજકીય અનુભવ ઓછો છે, પરંતુ હું દરરોજ નવી વસ્તુઓ શીખી રહી છું. જ્યારે હું જનતાની વચ્ચે જાઉં છું, ત્યારે મારે નીતીશજી અને મોદીજી દ્વારા કરવામાં આવેલા કામો ગણાવવાની જરૂર પડતી નથી; લોકો પહેલેથી જ જાણે છે, તેઓ ફક્ત આશીર્વાદ આપે છે.”

આપણ વાંચો:  રાજ્યસભા સાંસદે પહેલી લાઈનમાં ઊભા રહી કર્યું મતદાન, 1967થી જાળવી રાખી છે પ્રથા

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button