નેશનલ

શું તમે તમારા ભોજનમાં એવરેસ્ટ મસાલાનો ઉપયોગ કરો છો? થઇ જજો સાવધાન

શું તમે પણ ટેસ્ટના નામે તમારા પરિવારને ઝેર આપો છો? શું તમે પણ તમારા રસોડામાં રસોઈ માટે એવરેસ્ટ મસાલાનો ઉપયોગ કરો છો, તો સાવધાન થઈ જાવ. એવરેસ્ટ મસાલામાં મર્યાદા કરતાં વધુ જંતુનાશકો મળી આવ્યા છે. સિંગાપોર સરકારે મસાલા પર પ્રતિબંધ મૂક્યો છે. એક અહેવાલ અનુસાર

સિંગાપોરે પ્રખ્યાત ભારતીય મસાલા ઉત્પાદન એવરેસ્ટ ફિશ કરી મસાલાને બજારમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી છે. મસાલામાં જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ વધુ હોવાના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ જંતુનાશકનો ઉપયોગ માઇક્રોબાયલ દૂષણ ઘટાડવા માટે કૃષિ પેદાશોના છંટકાવ માટે થાય છે. જો કે, ખોરાકમાં તેનો ઉપયોગ પ્રતિબંધિત છે. તે માનવ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. સિંગાપોર ફૂડ એજન્સીએ આ વાત જણાવી છે.

સિંગાપોર ફૂડ એજન્સીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે સેન્ટર ફોર ફૂડ સેફ્ટીએ એવરેસ્ટ ફિશ કરી મસાલાનેબજારમાંથી પાછી ખેંચવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ મસાલામાં ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ વધુ હોય છે. આ મસાલા બ્રાન્ડની આયાત SP મુથિયા એન્ડ સન્સ P. Ltd દ્વારા સિંગાપોરમાં કરવામાં આવી હતી. SFA એ કંપનીને માર્કેટમાંથી પ્રોડક્ટ પાછઓ ખેંચવાની સલાહ આપી છે.


SFAએ ગ્રાહકોને આ સમયે તેમના ખોરાકમાં એવરેસ્ટ મસાલાનો ઉપયોગ ન કરવા વિનંતી કરી છે . જો ગ્રાહકોએ તેને ખરીદી લીધું હોય, તો તેનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ અંગે એવરેસ્ટ કંપનીએ નિવેદન જારી કર્યું છે કે એવરેસ્ટ 50 વર્ષ જૂની જાણીતી બ્રાન્ડ છે. અમારા તમામ ઉત્પાદનો પરીક્ષણ પછી જ ઉત્પાદિત અને નિકાસ કરવામાં આવે છે. અમે સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા ધોરણોનું ચુસ્તપણે પાલન કરીએ છીએ. અમારા ઉત્પાદનોનું ભારતીય મસાલા બોર્ડ દ્વારા પરીક્ષણ કરવામાં આવે છે. હાલમાં અમે સત્તાવાર માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. અમારી ટીમ આ મામલાની સંપૂર્ણ તપાસ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button