સિંગાપોર એરલાઇન્સે Air Indiaમાં કર્યું 3,194.5 કરોડનું રોકાણ

નવી દિલ્હી: સિંગાપોર એરલાઇન્સે (Singapore Airlines – SIA) ટાટા ગ્રૂપની (Tata Group) માલિકીની એર ઇન્ડિયામાં (Air India) વધારાના રૂ. 3,194.5 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ રોકાણ એર ઈન્ડિયા અને Vistaraના મર્જર પછી કરવામાં આવશે, જે 11 નવેમ્બર, 2024 ના રોજ પૂર્ણ થવાની સંભાવના છે.
આ પણ વાંચો: એર ઇન્ડિયા, એરઇન્ડિયા એક્સપ્રેસ અને વિસ્તારાએ કરી રતન ટાટાની યાદમાં જાહેરાત
સિંગાપોર એરલાઇન્સ, જે અગાઉ Vistaraમાં 49% હિસ્સો ધરાવતી હતી તે હવે આ મર્જર પછી એર ઇન્ડિયામાં 25.1% ભાગીદારીની માલિક બનશે. SIA દ્વારા આ રોકાણ એર ઈન્ડિયાના નાણાકીય ભવિષ્યને મજબૂત કરવામાં અને ભારતીય હવાઈ મુસાફરી બજારમાં પોતાની સ્થિતિને વધુ સારી બનાવવામાં મદદ કરશે.
સિંગાપોર એરલાઇન્સ માત્ર ભાગીદારી વધારવા પર ધ્યાન કેન્દ્રિત નથી કર્યું પરંતુ તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ વિલીનીકરણ બાદ તેઓ એર ઈન્ડિયાના નાણાકીય પરિણામોમાં ભાગીદારી તરીકે 1.1 બિલિયન સિંગાપુર ડોલરના બિન-રોકડ હિસાબી લાભ પણ મેળવશે. વધુમાં, સિંગાપોર એરલાઇન્સ એર ઈન્ડિયાને કોઈપણ નાણાકીય ભંડોળ માટે ટાટા દ્વારા અગાઉ આપેલા યોગદાનને પણ પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે, જેની રકમ આશરે રૂ. 5,020 કરોડ છે.
આ પણ વાંચો: 19 નવેમ્બરે એર ઇન્ડિયાના પ્લેનમાં પ્રવાસ ન કરતા, નહીંતો જીવ જોખમમાં મુકાશે.. કોણ કહી રહ્યુ છે આવું?
સિંગાપોર એરલાઈન્સના આ વિલીનીકરણથી ભારતના હવાઈ મુસાફરી ક્ષેત્રમાં નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના છે. વિલીનીકરણ પછી, એર ઈન્ડિયા અને વિસ્તારાની સંયુક્ત કામગીરી સ્થાનિક, આંતરરાષ્ટ્રીય, સંપૂર્ણ સેવા અને ઓછી કિંમતની સેવાઓમાં તમામ મુખ્ય ભારતીય હવાઈ મુસાફરી સેગમેન્ટમાં નોંધપાત્ર માઈલસ્ટોન સ્થાપશે.