નેશનલ

ચાંદીના રોકાણકારોને વર્ષ 2025માં મળ્યું 164 ટકાનું બમ્પર વળતર, આ વર્ષે પણ ભાવવધારાની શકયતા…

દિલ્હી : વર્ષ 2025માં ચાંદીના ભાવમાં થયેલા સતત વધારાએ ચાંદીના રોકાણકારોને માલામાલ કરી દીધા છે. જેમાં વર્ષ 2025માં ચાંદીએ તેના રોકાણકારોને 164 ટકાનું જંગી વળતર મળ્યું છે. તેમજ આ વર્ષની શરૂઆતમાં પણ ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. જેમાં શુક્રવારે 9 જાન્યુઆરીના રોજ દિલ્હીના બુલિયન બજારમાં ચાંદીનો ભાવ 6500 રૂપિયા વધીને 2,50,000 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. આમ ગત વર્ષે 31 ડિસેમ્બરની સરખામણીમાં ચાંદીના ભાવમાં અત્યાર સુધીમાં 11,000 રૂપિયા એટલે કે 4.60 ટકાનો વધારો થયો છે.

ચાંદીના ભાવમાં સતત વધઘટ

જ્યારે 31 ડિસેમ્બર 2025 ના રોજ, દિલ્હી બુલિયન બજારમાં ચાંદીનો ભાવ રૂપિયા 2000 ઘટીને રૂપિયા 2,39,000 પ્રતિ કિલો પર બંધ થયો હતો. 1 જાન્યુઆરી 2026 ના રોજ ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટીને રૂપિયા 1600 ઘટીને રૂપિયા 2,37,400 પ્રતિ કિલો પર પહોંચી ગયા હતા.

ચાંદીના ભાવમાં 20 ટકા વધારાની શક્યતા

આ ઉપરાંત નિષ્ણાતના જણાવ્યા અનુસાર ભૂરાજકીય તણાવ અને યુએસ ડેટા વચ્ચે ચાંદીની માંગ સતત વધી રહી છે. તેમજ આગામી દિવસોમાં સોલાર પેનલ્સ, ઇવી અને અન્ય ઉદ્યોગો તરફથી મજબૂત માંગ તેના ભાવને વધુ વધારશે. માળખાકીય પુરવઠાની મર્યાદાઓ અને ચાંદીના ETF માં સતત ઝડપી રોકાણ પણ ચાંદીના ભાવને વેગ આપશે. જોકે, આ વર્ષે ચાંદીના ભાવ ગયા વર્ષ જેટલા ઝડપથી વધશે નહીં. જોકે, તેમણે ઉમેર્યું હતું કે આ વર્ષે ચાંદીના ભાવ પ્રતિ કિલો રૂપિયા 300,000 સુધી પહોંચી શકે છે. આનો અર્થ એ થયો કે ચાંદીના ભાવ તેમના વર્તમાન સ્તરથી આશરે રૂપિયા 50,000 એટલે કે 20 ટકા વધી શકે છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button