નેશનલ

સિલ્ક્યારા ટનલ ઓપરેશનના બચાવ કાર્યકરોને મળ્યો ‘India’s Heroes Award’

સિલ્ક્યારા ટનલ રેસ્ક્યુ ઓપરેશનના હીરોને તાજેતરમાં ‘ઇન્ડિયાઝ હીરો’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉત્તરકાશીમાં સિલ્ક્યારા જ્યારે ટનલ તૂટી પડી હતી, ત્યારે તેમાં 41 મજૂરો ફસાઇ ગયા હતા. આ મજૂરોને બચાવવા માટે ભારે અભિયાન ચલાવવામાં આવ્યું હતું, પણ તેમને બચાવવાની તમામ પદ્ધતિઓ નિષ્ફળ સાબિત થઈ હતી. એવા સમયે ફસાયેલા મજૂરોને બચાવવા માટે આ ‘રેટ માઈનર્સ’નો સંપર્ક કરવામાં આવ્યો હતો. ભુવન રિભુએ આ તમામ રેટ માઇનર્સને એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા.

આ એવોર્ડ કાર્યક્રમમાં બોલિવૂડ સ્ટાર સની દેઉલ પણ હાજર રહ્યા હતા. તેમણે રેટ માઇનર્સની હકીકત જાણી હતી. તેમની હાલત વિશે સાંભળીને તેઓ ઘમા ભાવુક થઇ ગયા હતા અને તુરંત સ્ટેજ પર પહોંચી ગયા હતા તેમ જ રેટ માઇનર્સને ગળે મળ્યા હતા અને તેમની પ્રશંસા કરી હતી.


આ એવોર્ડ સમારોહ દરમિયાન રાજનીતિ, રમતગમત, મનોરંજન, ઉદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રની એવી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમણે સમાજને મજબૂત બનાવી રાષ્ટ્ર વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે એવોર્ડ લેનારા લોકો સમાજના અન્ય લોકો માટે પ્રેરણાદાયી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button