નેશનલ

સિક્કિમ ફ્લડઃ મૃત્યાંક 65 અને 81 લાપતા

સિક્કિમમાં બાદ તિસ્તા નદીમાં અચાનક આવેલા ભયાનક પૂર બાદ સર્જાયેલી તબાહીમાં મૃત્યાંક 65 થયો છે અને હજુ 81 જણ લાપત્તા હોવાની માહિતી મળી છે. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને જલપાઈગુડી પોલીસે જણાવ્યું હતું કે સિક્કિમમાંથી 30 અને પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાંથી 35 મૃતદેહ મળી આવ્યા છે.

આ ઉપરાંત 81 લોકો હજુ પણ ગુમ છે અને 26 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અનુસાર ગઈકાલે સિક્કિમમાં વધુ ચાર મૃતદેહો મળ્યા બાદ સિક્કિમમાં મૃતકોની સંખ્યા વધીને 30 થઈ ગઈ છે.

હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. ચાર જિલ્લાના 86 વિસ્તારોમાં રહેતા 41,870 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ પૂરમાં 1,507 મકાનોને નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 2,563 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ સિવાય પૂરમાં કુલ 13 પુલ ધરાશાયી થયા છે.

ભયાનક પૂરના વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે 60 ફૂટ ઊંચાઈ ધરાવતો આ તીસ્તા 3 ડેમ ધોવાઈ ગયો છે. આ ડેમની 1200 મેગાવોટ વીજળી પેદા કરવાની ક્ષમતા હતી અને તે રાજ્યનો સૌથી મોટો ડેમ હતો. આ ડેમનું નિર્માણ 2008માં શરૂ થયું હતું અને 2017માં તેનું કામ પૂરું થયું.


તેની પાછળ રૂ. 14,000 કરોડનો ખર્ચ કરાયો હતો. જોકે સિક્કિમમાં આભ ફાટવાને કારણે આવેલા ભીષણ પૂર માં ચુંગથાંગ ડેમના તૂટવા માટે રાજ્યની પૂર્વ સરકારને જવાબદાર ઠેરવાઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button