નેશનલ

સરકારી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિમાં નોંધપાત્ર પ્રગતિ: 99 ટકા શાળાઓમાં પીવાના પાણીની સુવિધા

નવી દિલ્હી: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના સ્કૂલ શિક્ષણ અને સાક્ષરતા વિભાગ (DoSEL) દ્વારા તૈયાર કરાયેલા એકીકૃત જિલ્લા માહિતી પ્રણાલી પ્લસ (UDISE+)ના 2024-25ના આંકડાઓ અનુસાર દેશમાં સરકારી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે.

દેશભરની 8,68,987 સરકારી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણમાં નોંધાયેલા બાળકોની કુલ સંખ્યા 5,70,50,360 છે. આ ઉપરાંત, દેશમાં કુલ 13,71,197 શાળા પાકાં ભવનોમાં કાર્યરત છે. લોકસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે આપેલા જવાબમાં આ વિગતો આપી હતી.

આ પણ વાંચો: ઘરે બેઠા UPI મારફતે ભરી શકશો સ્કૂલની ફી: શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યોને લખ્યો પત્ર

શાળાઓમાં ઉપલબ્ધ મૂળભૂત સુવિધાઓની વાત કરીએ તો, UDISE+ 2024-25ના ડેટા મુજબ સુવિધાઓમાં મોટો સુધારો નોંધાયો છે. દેશની 99.3 ટકા શાળાઓમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે 93.6 ટકા શાળાઓમાં વીજળી કનેક્શનની સુવિધા છે.

શૌચાલયની સુવિધાઓમાં પણ નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે: 94.0 ટકા શાળાઓમાં સંપૂર્ણ કાર્યરત કન્યાઓ માટેના શૌચાલયની સુવિધા છે, જ્યારે 92.4 ટકા શાળાઓમાં છોકરાઓ માટેના શૌચાલયની સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ આંકડાઓ દર્શાવે છે કે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે જરૂરી માળખાકીય સુવિધાઓની ઉપલબ્ધતામાં વધારો થયો છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button