Navratriના ચોથા દિવસે આરાધો સ્કંદમાતા: માતા આપશે સંતાનનું સુખ! જાણો પૂજા-વિધિ

આજે નવરાત્રિનો પાંચમો દિવસ છે અને પાંચમા નોરતે દેવી દુર્ગાના પાંચમા સ્વરૂપ મા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. માતા સ્કંદમાતાની પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. સ્કંદમાતા પોતાના ભક્તોના તમામ કાર્ય પૂર્ણ કરે છે. તેમની આરાધનાથી અસંભવ કાર્યો પણ સંભવ બને છે. આ ઉપરાંત સ્કંદમાતાની પૂજા કરવાથી વ્યક્તિને સંતાન પ્રાપ્તિનું સુખ પણ પ્રાપ્ત થાય છે.
કેવી રીતે પડ્યું માતાનું નામ?
ભગવાન શિવના અર્ધાંગિની તરીકે, માતાએ કાર્તિકેયને જન્મ આપ્યો હતો. ભગવાન કાર્તિકેયનું બીજું નામ સ્કંદ છે, તેથી માતા દુર્ગાના આ સ્વરૂપને સ્કંદમાતા કહેવામાં આવે છે. માતા સ્કંદમાતાનું સ્વરૂપ ચતુર્ભુજ છે. માતા ભગવાન કાર્તિકેયને ખોળામાં લઈને સિંહ પર સવારી કરે છે. માતાના બંને હાથમાં પદ્મ પુષ્પ છે. તેમજ સ્કંદમાતાની પૂજામાં ધનુષ અને બાણ અર્પણ કરવા જોઈએ.
શું અર્પણ કરશો ભોગ?
સ્કંદમાતાને પીળા રંગની વસ્તુઓ સૌથી વધુ પસંદ છે. માતાને કેળાનો ભગો અર્પણ કરવો જોઈએ. તેમને પીળા રંગના પુષ્પ અને ફળ અર્પણ કરવા જોઈએ. તમે સ્કંદમાતાને કેસરની ખીર અર્પણ કરી શકો છો. માતાને લીલી એલચી અને એક જોડી લવિંગ પણ અર્પણ કરો.
માતાને કયો રંગ છે પ્રિય?
સ્કંદમાતાની પૂજામાં પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. જો તમે ઈચ્છો તો સોનેરી રંગના કપડાં પણ પહેરી શકો છો. સ્કંદમાતાને રંગીન વસ્ત્રો પણ અર્પણ કરો.
મા સ્કંદમાતાનો ધ્યાનમંત્ર:
सिंहासना गता नित्यं पद्माश्रि तकरद्वया।
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी।।
या देवी सर्वभूतेषु मां स्कंदमाता रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
Also Read –