Sidhu Moose Wala's Father in Legal Dispute Over Newborn Baby with Punjab Government મુંબઈ સમાચાર

સિદ્ધૂ મુસેવાલાના પિતાએ કહ્યું, ‘…તો મારા પર FIR કરી દો’, નવજાત બાળકને લઈને પંજાબ સરકાર પર લગાવ્યા આરોપ

સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા (Sidhu Moosewala) ની માતા ચરણ કૌર અને પિતા બલકૌર સિંહને બીજા બાળકનો જન્મ થયો છે. બાળકના જન્મના સમાચાર ખુદ બલકૌર સિંહે આપ્યા હતા. હવે તેમણે ભગવંત માન સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. બલકૌર સિંહે કહ્યું કે ભગવંત માન સરકાર અમારા પરિવારને પરેશાન કરી રહી છે (serious allegations against Bhagwant Mann government). આ બાળક કાયદેસર છે તે સાબિત કરવા માટે મને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. ખુદ બલકૌરે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો જાહેર કર્યો છે.

સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલા એક વીડિયો નિવેદનમાં બલકૌર સિંહે કહ્યું, ‘બે દિવસ પહેલા, વાહેગુરુની કૃપાથી, અમારો શુભદીપ (સિધુ મુસેવાલા) અમારા ઘરે પાછો ફર્યો. હું આજ સવારથી ખૂબ જ પરેશાન છું. વિચાર્યું કે તમને પણ ખબર હોવી જોઈએ કે વહીવટીતંત્ર મને હેરાન કરે છે. તે કહે છે કે તમે આ બાળકના દસ્તાવેજો લઈ આવો. હું સરકારને, ખાસ કરીને CM સાહેબને એક વિનંતી કરવા માંગુ છું કે તમે થોડી દયા કરો કમ સે કમ ટ્રીટમેન્ટ તો પૂરી થઈ જવા દો.

પંજાબ સરકારને આડે હાથ લેતા તેઓ કહે છે કે, ‘હું એનજે રહું છું અને અહી જ રહીશ. તમે જ્યાં બોલાવશો ત્યાં હું હજાર થઈ જઈશ. કૃપા કરીને પેલા ટ્રીટમેન્ટ પૂરી થઈ જવા દો. મે દરેક જગ્યાએ કાયદાનું પાલન કર્યું છે, તમને હજુ પણ જો વિશ્વાસ ના આવતો હોય તો મારા પર એફઆઇઆર કરીને મને જેલમાં પૂરી દો. હું વિશ્વાસ આપાવું છું કે બધા જ લીગલ દસ્તાવેજ બતાવીને પણ નિર્દોશ નિકળીશ.

તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના માતા-પિતા સાથે એક ચમત્કાર થયો હતો. તેમના ઘરે આટલા વર્ષે પણ પારણું બંધાયું છે. 58 વર્ષની ઉંમરે તેની માતા ચરણ કૌરે પુત્રને જન્મ આપ્યો છે. સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતી વખતે ચાહકો સાથે ખુશખબર શેર કરી અને નાના મહેમાન સાથેનો ફોટો શેર કરતા લખ્યું – શુભદીપના ચાહકોના આશીર્વાદથી, ભગવાને શુભના નાના ભાઈને અમારા ગ્રૂપમાં સામેલ કર્યો છે. વાહેગુરૂના આશીર્વાદથી પરિવાર સ્વસ્થ છે અને તમામ શુભેચ્છકોના અપાર પ્રેમ માટે આભારી છે.

Back to top button