નેશનલ

India-Canada bitter relationsની સાઈડ ઈફેક્ટઃ PR applicationsમાં આટલો ઘટાડો

દિલ્હી : અમેરિકામાં વીઝા અને પીઆર બન્ને મળવાનું અઘરું હોવાથી મોટા ભાગના ભારતીયો લગભગ દસેક વર્ષથી કેનેડા તરફ વળ્યા છે, જેમાં પંજાબી અને ગુજરાતીઓનું પ્રમાણ નોંધપાત્ર છે.

જોકે એક તો ભારત અને કેનેડાના રાજકીય સંબંધો બગડ્યા છે અને બીજી બાજુ કેનેડ Canadaમાં મોટા પ્રમાણમાં અન્ય દેશના લોકોનો ભરાવો થતા કામ-ધંધો મળવો મુશ્કેલ થઈ ગયો છે. અહીં પણ નોકરી ન મળતી હોવાની બુમરાણ વિદ્યાર્થીઓ-યુવાનો કરે છે ત્યારે કેનેડામાં ભારતીયો દ્વારા કરવામાં આવતી પરમેનન્ટ રેસિડન્સી (Permanent Residency)ની અરજીમાં 62 ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો હોવાનું એક અહેવાલ જણાવે છે. બન્ને દેશોના વણસી રહેલા સંબંધો અહીં કાયમી વસવાટ ઈચ્છતા ભારતીયોને બે વાર વિચારતા કરી મૂકે છે. આંકડાની વાત કરીએ તો કેનેડામાં કાયમી વસવાટ કરતા ભારતીયોની અરજીની સંખ્યા 2022માં કુલ 35,735 નોંધાઈ હતી ત્યારે બંને દેશના સંબંધ ખરાબ થયા બાદ 2023માં 19,579 અરજી જ પ્રાપ્ત થઈ છે. આ તફાવત ઘણો મોટો છે.

કેન્દ્ર સરકારના ઈમિગ્રેશન, રેફ્યુજિસ એન્ડ સિટિઝનસિપ કેનેડા (IRCC)ના આંકડા અનુસાર ડિસેમ્બર, 2022માં પીઆર માટેની અરજીની સંખ્યા 16,796 હતી, જે ડિસેમ્બર, 2023માં ઘટીને 6,329 થઈ છે. 2023ના છેલ્લા ત્રિમાસિકમાં ભારતીયોની અરજીઓ 2022ના છેલ્લા ત્રિમાસિકની સરખામણીએ 35,735થી ઘટીને 19,579 થઈ હતી. આ માટેનું મુખ્ય કારણ ગયા વર્ષથી બંને દેશોના સંબંધોમાં જે તણાવ પેદા થયો છે, તેને માનવામાં આવે છે. ખાલીસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજજરની હત્યા મામલે કેનેડા સરકારે કરેલા આક્ષેપો બાદ બન્ને દેશો વચ્ચેના બગડેલા સંબંધો સુધર્યા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button