Sidhartha Mallya marries Jasmine: ભાગેડુ વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાએ લંડનમાં કર્યા લગ્ન

ભાગેળુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના પુત્ર Sidhartha માલ્યાએ શનિવારે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ Jasmine સાથે લગ્ન કર્યા હતા. આ કપલની લગ્નની કેટલીક તસ્વીરો instagram પર શેર કરવામાં આવી છે. હાલમાં જ સિદ્ધાર્થમાં માલ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં Jasmine સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. હવે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. Sidhartha માલ્યાની દુલ્હને તેના instagram સ્ટોરી પર લગ્નની તસવીરો પણ શેર કરી છે, જેમાં Jasmine સફેદ વેડિંગ ગાઉનમાં જોવા મળી રહી છે અને તેણે તેના પતિ સિદ્ધાર્થ માલ્યાનો હાથ પકડેલો છે.
Sidharthaએ હાથમાં સોનાની રીંગ પહેરી છે. ફોટામાં Sidharthaએ પોતાના ગોલ્ડન વેડિંગ બેન્ડ બતાવ્યા છે, જ્યારે Jasmineએ પણ તેની મોટી હીરાની વીટી ફ્લોન્ટ કરી છે અને આ ફોટો શેર કરતી વખતે Jasmineએ લખ્યું હતું કે, ‘કાયમ’.
Sidhartha માલ્યા અને Jasmineની સગાઈ 2023માં થઈ હતી. માલ્યાએ હેલોવીન દરમિયાન જાસ્મીનને પ્રપોઝ કર્યું હતું .આ દરમિયાન instagram પર કેટલીક તસ્વીરો પણ શેર કરવામાં આવી હતી. ફોટો શેર કરતા માલ્યાએ જણાવ્યું હતું કે હેલોવીન સમયે તેની અને Jasmineની સગાઈ થઈ હતી. Sidhartha દ્વારા શેર કરાયેલા એક ફોટામાં તે ઓરેન્જ કલરના આઉટફીટમાં ગોઠણીએ બેસીને Jasmineને પ્રપોઝ કરતો જોવા મળે છે અને બીજી તસવીરમાં જાસ્મીન પોતાની આંગળીમાં સગાઈની વીંટી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. હાલમાં જ Sidhartha માલ્યાએ instagram પર પોતાના લગ્નની જાહેરાત કરી હતી અને લખ્યું હતું કે લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ છે.
જાસ્મીન પહેલા Sidhartha માલ્યાના દીપિકા પાદુકોણ સાથે પણ સંબંધો હતા દીપિકા અને સિદ્ધાર્થ અનેક ઇવેન્ટ્સમાં સાથે જોવા મળતા હતા. દીપિકા આરસીબીની મેચો દરમિયાન પણ સિદ્ધાર્થ માલ્યાની સાથે જોવા મળતી હતી. આ પછી બંને અલગ થઈ ગયા હતા. એક વખત સિદ્ધાર્થ સાથેના બ્રેકઅપની વાત કરતી વખતે દીપિકાએ કહ્યું હતું કે, મેં Sidharthaસાથે સંબંધ જાળવી રાખવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેનું વર્તન ઘણું ઘૃણાસ્પદ રહ્યું છે. છેલ્લી વખત જ્યારે અમે ડિનર ડેટ પર મળ્યા ત્યારે તેણે મને બિલ ચૂકવવાનું કહ્યું જે મારા માટે ઘણું જ શરમજનક હતું.