Karnataka માં ખાનગી નોકરીઓમાં 100 ટકા અનામતની જાહેરાત બાદ સિદ્ધારમૈયાનો યુ-ટર્ન, ડિલીટ કરી પોસ્ટ

બેંગલુરુ: કર્ણાટકમાં(Karnataka)સિદ્ધારમૈયા સરકારે સ્થાનિક લોકો માટે ખાનગી નોકરીઓમાં 100 ટકા અનામતની જાહેરાત બાદ મુશ્કેલીમાં મુકાઈ છે. જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મંગળવારે કેબિનેટના આ નિર્ણયને આવકારતી પોસ્ટ મૂકી હતી. આજે તેમણે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી છે. આ બધાની વચ્ચે શ્રમ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે ખાનગી નોકરીઓમાં સ્થાનિક લોકો માટે માત્ર 50 ટકા અને 70 ટકા અનામત હશે.
ઉકેલ લાવીશું જેથી કોઈ વિપરીત અસર ન થાય
કર્ણાટક સરકારે ખાનગી કંપનીઓમાં ‘Cઅને D’ગ્રેડની પોસ્ટ્સ પર 100 ટકા કન્નડ લોકોને નિમણૂક કરવાનું ફરજિયાત બનાવવાના બિલને મંજૂરી આપ્યા પછી કર્ણાટકના પ્રધાન એમબી પાટીલે કહ્યું, “મેં જોયું છે કે ઘણા લોકો આ અંગે ચિંતિત છે. અમે આ મૂંઝવણને દૂર કરીશું અને તેનો ઉકેલ લાવીશું જેથી કોઈ વિપરીત અસર ન થાય.
કિરણ મઝુમદાર શોએ વિરોધ કર્યો હતો
દરમિયાન, બાયોકોન લિમિટેડના ચેરપર્સન કિરણ મઝુમદાર શૉએ બુધવારે જણાવ્યું હતું કે ખાનગી કંપનીઓમાં કન્નડ લોકો માટે અનામત ફરજિયાત કરવાના કર્ણાટક સરકારના નિર્ણયમાંથી ઉચ્ચ-કુશળ ભરતીને બાકાત રાખવી જોઈએ. તેમણે કહ્યું કે સ્થાનિક લોકો માટે નોકરીઓમાં અનામતથી ટેક્નોલોજી ક્ષેત્રે રાજ્યની અગ્રણી સ્થિતિને અસર થવી જોઈએ નહીં.
ઉચ્ચ-કુશળ ભરતીને છૂટ આપે એવી નીતિ
“ટેક્નોલોજી હબ તરીકે, અમને કુશળ પ્રતિભાની જરૂર છે,” તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’પર લખ્યું. જો કે અમારો ઉદ્દેશ્ય સ્થાનિક લોકોને રોજગારી આપવાનો છે.પરંતુ આ પગલાથી અમારે ટેક્નોલોજીમાં અમારી અગ્રણી સ્થિતિને અસર ન થવી જોઈએ. મજુમદાર-શૉએ કહ્યું, ”એવી શરતો હોવી જોઈએ જે ઉચ્ચ-કુશળ ભરતીને છૂટ આપે એવી જોઈએ.
તેમનું નિવેદન કર્ણાટક કેબિનેટે બિલને મંજૂર કર્યા પછી આવ્યું છે, જે ઉદ્યોગો, કારખાનાઓ અને અન્ય સંસ્થાઓ માટે મેનેજમેન્ટ પોસ્ટ્સ પર 50 ટકા સ્થાનિક લોકોની અને 75 ટકા નોન-મેનેજમેન્ટ પોસ્ટ્સ પર નિમણૂક કરવાનું ફરજિયાત બનાવે છે. કર્ણાટક રાજ્યના ઉદ્યોગો, કારખાનાઓ અને અન્ય સંસ્થાઓમાં સ્થાનિક ઉમેદવારોના રોજગાર બિલ, 2024ને સોમવારે રાજ્ય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
Also Read –