Shukra Gochar: આ રાશિના જાતકો માટે August બનશે Awesome, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ખાસિયત જણાવવામાં આવી છે અને એ જ રીતે શુક્રને જ્યોતિષીઓએ ધન, વૈભવ અને ઐશ્વર્યનો કારક ગ્રહ માનવામાં આવે છે. ઐશ્વર્યનો કારક શુક્ર 31મી જુલાઈના સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને ઓગસ્ટમાં પણ તેઓ આ જ રાશિમાં બિરાજમાન રહેશે. આવી પરિસ્થિતિમાં શુક્ર સિંહ રાશિની સાથે સાથે અન્ય પાંચ રાશિના જાતકોને પણ પારાવાર લાભ કરાવી રહ્યા છે. આ રાશિના જાતકોને સફળતાની સાથે સાથે ભાગ્યનો પણ પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમના માટે પાંચ દિવસ બાદ શરૂ થઈ રહેલો ઓગસ્ટનો મહિનો શુકનિયાળ સાબિત થવાનો છે-
મેષ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર આ રાશિના જાતકોને લાભ કરાવી રહ્યો છે. વેપારીઓને પારાવાર લાભ થઈ રહ્યો છે. પાર્ટનરશિપમાં કામ કરી રહેલાં લોકોને પણ સારો એવો લાભ થશે. આવકના નવા નવા સ્રોત ખૂલી રહ્યા છે. પરિવારમાં જો કોઈ વાદ-વિવાદ ચાલી રહ્યો હશે તો એનો પણ ઉકેલ આવી રહ્યો છે. જીવનસાથીનો પૂરેપૂરો સાથ-સહકાર મળી રહ્યો છે.
મિથુન રાશિના જાતકોને પણ શુક્રનું ગોચર સકારાત્મક પરિણામ આપી રહ્યું છે. કામમાં વ્યસ્તતા રહેશે અને પ્રમોશન પણ મળી રહ્યું છે. વેપારી વર્ગને નફો થઈ રહ્યો છે. શેરબજાર સાથે સંકળાયેલા લોકોને પણ રોકાણથી સારો એવો લાભ થઈ રહ્યો છે. વૈવાહિક જીવનમાં પણ હસી ખુશી જોવા મળશે.
સિંહ રાશિમાં શુક્રનું થઈ રહેલું ગોચર આ રાશિના જાતકો માટે શુકનિયાળ સાબિત થશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. વૈવાહિક જીવનમાં પણ ખુશહાલીનું આગમન થઈ રહ્યું છે. જીવનસાથીનો પૂરેપૂરો સાથ-સહકાર મળી રહ્યો છે. કુંવારા લોકો માટે સારા સારા માંગા આવી શકે છે.
તુલા રાશિના જાતકો માટે પણ શુક્રનું ગોચર ફાયદો કરાવશે. આવકના નવા નવા સ્રોત ઊભા થતાં આર્થિક સ્થિતિ મજબૂત બનશે. નોકરી અને વેપાર બંનેમાં લાભ થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકો ભવિષ્ય માટે પૈસા બચાવવામાં સફળ થશે. રોકાણ કરવાનું વિચારી રહેલાં લોકો માટે આ સમય એકદમ અનુકૂળ છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.
ધન રાશિના જાતકો માટે આ સમયગાળો અટકી પડેલાં કામ પૂરા કરવાનો રહેશે. તમારી બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થશે, જેને કારણે તમે તમારા ટાર્ગેટ પર ધ્યાન કેન્દ્રિત કરશો. કોઈ જગ્યાએ અટવાયેલા નાણાં પણ પાછા મળી શકે છે. વિદ્યાર્થીઓને કોઈ પરીક્ષામાં સફળતા મળી શકે છે. વિદેશ જવાનું વિચારી રહેલાં લોકો માટે પણ આ સમય એકદમ અનુકૂળ છે.