સ્પેસ મિશન બાદ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની ભવ્ય ઘરવાપસી, ભાવુક પોસ્ટ કરી કહ્યું - 'હૃદયમાં ઘણી લાગણીઓ ચાલી રહી છે'
ટોપ ન્યૂઝનેશનલ

સ્પેસ મિશન બાદ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની ભવ્ય ઘરવાપસી, ભાવુક પોસ્ટ કરી કહ્યું – ‘હૃદયમાં ઘણી લાગણીઓ ચાલી રહી છે’

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી 18 દિવસની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરીને આવનારા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા હવે સ્વદેશ પરત ફરવાના છીએ. જેની જાણકારી ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા પર્વના ભાષણમાં આપી હતી.

શુભાંશુ શુક્લાની ઘરવાપસીનો દેશમાં ખુબ જ ઉત્સાહ છે. ત્યારે હવે શુભાંશુ શુક્લા 17 ઓગષ્ટના રોજ ભારત પરત ફરવાના છે અને તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે તેમજ લખનઉ પણ જશે.

શુભાંશુએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે વિમાનમાં હસતા જોવા મળી રહ્યા હતા. તેણે લખ્યું, “જેવો હું ભારત આવવા માટે વિમાનમાં બેઠો, મારા હૃદયમાં ઘણી બધી લાગણીઓ ચાલી રહી છે.

છેલ્લા એક વર્ષથી મારા મિત્રો અને પરિવાર જેવા બની ગયેલા એ અદ્ભુત લોકોથી વિદાય લેવાનું દુઃખ છે. સાથે જ, મારા પરિવાર, મિત્રો અને દેશવાસીઓને પહેલી વાર મળવાની ખુશી પણ છે. કદાચ જીવન આ જ છે – બધું એક સાથે.”

તેમણે આગળ કહ્યું કે, “મિશન દરમિયાન અને તે પછી મને એટલો બધો પ્રેમ અને સમર્થન મળ્યો કે હું ભારત આવીને મારા અનુભવો શેર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. વિદાય મુશ્કેલ હોય છે, પરંતુ જીવનમાં આગળ વધવું જરૂરી છે. મારા કમાન્ડર પેગી વ્હીટસન કહે છે કે સ્પેસ ફ્લાઈટમાં એકમાત્ર સ્થાયી વસ્તુ પરિવર્તન છે.

આ વાત જીવનને પણ લાગુ પડે છે.” શુભાંશુએ પોતાની પ્લેલિસ્ટમાંથી બોલિવૂડ ફિલ્મ ‘સ્વદેશ’ના ગીત ‘યૂં હી ચલા ચલ રાહી – જીવન ગાડી હૈ સમય પૈયા’ને પણ યાદ કર્યું, જે મિશન પહેલા તેમની સાથે હતું.

ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ૨૫ ઓગસ્ટે લખનઉ આવશે. શુભાંશુ પોતાના પરિવાર સાથે એરપોર્ટથી પોતાના નિવાસસ્થાન સુધી રોડ શો દ્વારા લખનઉની જનતાનો આભાર માનશે. ઇતિહાસ રચ્યા બાદ શુભાંશુ પહેલીવાર પોતાના પરિવારને મળવા લખનઉ પહોંચશે.

શુભાંશુ ભારત પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. પીએમ મોદીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ લાલ કિલ્લા પરથી ૭૯મા સ્વતંત્રતા દિવસના ભાષણમાં કહ્યું હતું કે, આપણા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશનથી પાછા ફર્યા છે.

આવનારા દિવસોમાં તેઓ ભારત પરત ફરશે. ત્યારબાદ શુભાંશુ લખનઉ જશે, જ્યાં તેમનો પરિવાર તેમની રાહ જોઈ રહ્યો છે. ૨૨-૨૩ ઓગસ્ટે તેઓ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ સમારોહમાં પણ ભાગ લેશે.

આ પણ વાંચો…શુભાંશુ શુક્લાએ અંતરિક્ષમાં 18 દિવસ શું કર્યું? ખેતીવાડી સહિતના અનેક પ્રયોગોની જાણો વાત…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button