કારતક મહિનાની શુક્લ એકાદશી કે જેને દેવઉઠી એકાદશીના નામે ઓળખવામાં આવે છે, તેનું ખૂબ જ મહત્વ રહેલું છે. કારણ કે દેવપોઢી એકાદશીના ચાર મહિના બાદ દેવઉઠી એકાદશીના દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી જાગે છે અને આ દિવસથી જ લગ્ન, મુંડન સંસ્કાર અને સગાઈ સહિત તમામ શુભ કાર્યોનો પ્રારંભ થાય છે. હવે દેવુથની એકાદશીથી શુભ કાર્યો ફરી શરૂ થશે. કારતક માસના શુક્લ પક્ષની એકાદશીને દેવ પ્રબોધિની, દેવઉઠી અને દેવોત્થાન એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. દેવઉઠી એકાદશી 12 નવેમ્બરે ઉજવવામાં આવશે.
આ પણ વાંચો : સત્યની ઘર વાપસી અત્યંત જરૂરી
દેવઉઠી એકાદશી સાથે ચાતુર્માસ સમાપ્ત થાય છે અને લગ્ન, યજ્ઞોપવીત, મુંડન, ગૃહ ઉષ્ણતા વગેરે જેવા તમામ શુભ કાર્યો આ દિવસથી શરૂ થાય છે. આ દિવસે તુલસી વિવાહની પણ પરંપરા છે. તુલસીજીના લગ્ન ભગવાન શાલિગ્રામ સાથે થયા છે. લગ્નની શરૂઆત ભગવાન વિષ્ણુ સાથે તુલસીના વિવાહથી થાય છે.
ક્યારથી છે લગ્નના શુભ મુર્હુત:
દેવઉઠી એકાદશી બાદ તમામ શુભ કાર્યની શરૂઆત થાય છે. આ વર્ષે 17 નવેમ્બરથી લગ્નના શુભ મુર્હુત શરૂ થઈ રહ્યા છે. નવેમ્બર મહિનામાં 17 તારીખથી લગ્નના શુભ મુર્હુતની શરૂઆત થશે જે 27 તારીખ સુધી છે. જ્યારે ડિસેમ્બર મહિનામાં 1 તારીખથી લઈને 6 તારીખ સુધી તેમજ 9 તારીખથી લઈને 14 તારીખ સુધી શુભ મુર્હુત છે. જાન્યુઆરી માસના 16 તારીખથી લઈને 30 તારીખ સુધી લગ્ન માટેના શુભ મુર્હુત છે. અંતે ફેબ્રુઆરી મહિનામાં 1 થી 25 તારીખ સુધી લગ્ન માટેના શુભ મુર્હુત છે.
આ પણ વાંચો : વરદાન તમારે ભોગવ્યે જ છૂટકો છે પણ હું તમને એટલું જરૂર કહીશ કે ભગવાન શિવે તમારા કલ્યાણ માટે જ આ વરદાન આપ્યું છે
દેવઉઠી એકાદશીનું મહત્વ:
સનાતન ધર્મમાં દરેક માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશીની તિથીનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. સાથે જ બે એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે જેમાં અષાઢ મહિનાની એકાદશી કે જે દેવપોઢી એકાદશી, જ્યારે કારતક મહિનાની શુક્લ પક્ષની કે જેને દેવઉઠી એકાદશીના નામે ઓળખવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન યોગનિંદ્રામાં પોઢેલા ભગવાન વિષ્ણુ આજના દિવસે ઊંઘમાંથી જાગે છે. આથી આ તિથીનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે.