નેશનલ

આજથી દીવાળી સુધી ખરીદીના શુભ મુહૂર્ત જાણી લો

દીવાળી પહેલા ગુરુ પુષ્ય જેવો શુભ યોગ બની રહ્યો છે. આવા શુભ યોગમાં ખરીદી કરવાથી શુભ ફળ મળે છે. આવા સમયે આપણે દીવાળી સુધીના ખરીદીના શુભ યોગ અને સમય વિશે જાણીએ.

ધનતેરસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે જરૂરી ચીજવસ્તુઓ જેવી કે સોના-ચાંદી, વાહન, કપડાં, મકાન-મિલકત, ઈલેક્ટ્રોનિક સામાન વગેરેની ખરીદી કરવામાં આવે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહ્યો છે, પણ ધનતેરસ પહેલા અને પછી ઘણા બધા શુભ યોગ બની રહ્યા છે. આ શુભ મુહૂર્તમાં ખરીદી કરવાથી વ્યક્તિ લાભ અને પુણ્ય પ્રાપ્ત કરી શકે છે. તેનાથી જીવનમાં ખુશીઓ આવી શકે છે.

25 ઓક્ટોબરે ગુરુ પુષ્ય યોગની સાથે અનેક શુભ યોગો બની રહ્યા છે. આ દિવસે સોના-ચાંદીની સાથે અન્ય વસ્તુઓ પણ ખરીદી શકાય છે. ચાલો જાણીએ 24 ઓક્ટોબરથી દિવાળી સુધીનો કયો દિવસ ખરીદી માટે શુભ છે.

24મી ઓક્ટોબરે ગુરુપુષ્ય યોગ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે. ઉપરાંત અમૃત સિદ્ધિ યોગ સાથે રવિ યોગ પણ રચાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સોના-ચાંદી અને અન્ય વસ્તુઓની ખરીદી કરવાથી શુભ ફળ મળી શકે છે. ગુરુપુષ્ય યોગમાં સોનુ ખરીદવું શુભ માનવામાં આવે છે. આખો દિવસ ખરીદી માટે શુભ છે. સોનું ખરીદવા માટે ગુરુ પુષ્ય યોગ – 24મી ઓક્ટોબરના રોજ સવારે 06:31 થી 25મી ઓક્ટોબરના રોજ સવારે 06:30 સુધી એટલે કે 24 કલાકનો છે.

Also Read – Diwali પૂર્વે મોંધવારીનો માર, અમદાવાદમાં રિવરફ્રન્ટ ગાર્ડન અને અટલબ્રિજની એન્ટ્રી ફીમાં તોતીંગ વધારો

સવારનું મુહૂર્ત (શુભ) – 06:31 AM થી 07:54 AM
સવારનું મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) – 10:42 AM થી 02:53 PM PM
મુહૂર્ત (શુભ) – 04:16 PM 05:40 PM
સાંજનું મુહૂર્ત (અમૃત, ચલ) – સાંજે 05:40 PM થી 08:53 PM
રાતનું મુહૂર્ત (લાભ) – 12:06 AM થી 01:42 AM, 25 ઓક્ટોબર
ધન તેરસ (29 ઑક્ટોબર) ના રોજ સોનુ ખરીદવાનો શુભ સમય
સવારે 10:31 થી 30 ઓક્ટોબર 06:35 AM સમયગાળો – 20 કલાક 04 ​​મિનિટ
ધનતેરસના શુભ મુહૂર્ત આ મુજબ છેઃ
સવારના મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) – સવારે 10:31 થી 01:27 PM
મુહૂર્ત (શુભ) – 02:50 PM થી 04:13 PM
સાંજના મુહૂર્ત (લાભ) – 07:13 PM 08:50 PM
રાત્રી મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) 10:28 PM થી 03:20 AM, 30 ઓક્ટોબર
ધન તેરસ પર સોનું ખરીદવાનો શુભ સમય – સવારે 06:35 થી 01:15 સુધી સમયગાળો – 06 કલાક 40 મિનિટ
ધનતેરસના પ્રચલિત ચોઘડિયા મુહૂર્ત
સવારના મુહૂર્ત (લાભ, અમૃત) – સવારે 06:35 થી 09:20 સુધી
સવારનું મુહૂર્ત (શુભ) – સવારે 10:42 થી 12:05 સુધી

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button