નેશનલવેપાર અને વાણિજ્ય

નવું રોકાણ કરતા પહેલા શું તમારે લોનની સંપૂર્ણ ચુકવણી કરવી જોઈએ?

આજે, કારકિર્દીની શરૂઆત કરતા મોટાભાગના યુવાનોના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે શું તેઓએ પહેલાથી ચાલી રહેલી લોનની ચુકવણી કર્યા પછી રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ કે પછી બંને એકસાથે કરવા જોઈએ. જો કે, મોટાભાગના લોકો રોકાણ કરતા પહેલા લોન પરત કરવાની ભલામણ કરે છે. શું આ સલાહ સાચી છે?

જો તમારી પાસે કોઇ લોન ચાલુ છે અને તમને એવો સવાલ થાય છે કે નવું રોકાણ કરતા પહેલા લોનની ચુકવણી કરવી જોઇએ કે કેમ. તમે તમારા મિત્રો, સંબંધીઓને આ વિશે પૂછો તો તેમાંના મોટાભાગના લોકો પહેલા લોન ચૂકવવાની સલાહ આપશે. દરેકના વિચારો અલગ અલગ હોય છે, તેથી આ જવાબ સાચો છે કે ખોટો તે કહેવું મુશ્કેલ છે, પરંતુ એ વાત ચોક્કસ છે કે મોટાભાગના લોકો લોનને સારી નથી માનતા અને તેને ચુકવી નાખવાનું ફાયદાકારક માને છે. આના ઘણા કારણો હોઈ શકે છે. ઘણા લોકો લોનને લાયેબિલીટી માને છે. કેટલાક લોકોને લાગે છે કે લોનની વહેલી ચુકવણી કરવાથી તેમને તેના પર વ્યાજ ચૂકવવું પડશે નહીં.

આપણે આ વિશે વિગતે જાણીએ. જો કોઈ વ્યક્તિએ તાજેતરમાં જ તેની કારકિર્દી શરૂ કરી હોય અને તેની પાસે એજ્યુકેશન લોન અથવા ફેમિલી લોન ચૂકવવાની જવાબદારી હોય, તો તેણે દર મહિને EMI ચૂકવવો પડશે, પરંતુ જો વ્યક્તિ વધારે પૈસા ન હોય અથવા તેની પાસે બીજી કોઈ બચત ન હોય તો તે EMI પેમેન્ટ્સ ચાલુ રાખીને બચત કરવાનું શરૂ કરે તે સલાહભર્યું છે. તે નિયત તારીખ પહેલાં તેની લોન ચૂકવવાનું પણ વિચારી શકે છે. પરંતુ, વ્યક્તિ પાસે પૈસા ન હોય તે યોગ્ય નથી.

જો તમારી પાસે કોઈ બચત નથી, તો પહેલા તમે પૈસા બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારી બચત પર મળતું વળતર લોનના વ્યાજ દર કરતા ઓછું હોય, તો પણ તમારે બચત કરવાનું ચાલુ રાખવું જોઇએ. આ તમને વિચિત્ર લાગશે, પરંતુ તે જરૂરી છે. તેથી, જો તમારી પાસે કોઈ બચત નથી, તો નિયત તારીખ પહેલાં લોન ચૂકવવાનું ભૂલી જાઓ અને લાંબા ગાળા માટે રોકાણ કરવાનું શરૂ કરો. બચત કરો.

પહેલા ઈમરજન્સી ફંડ બનાવવા પર ધ્યાન આપો. સૌ પ્રથમ તમારે ઈમરજન્સી માટે બચત કરવાની જરૂર છે. ઈમરજન્સી ફંડ બનાવો. પહેલા તમારે તમારા ત્રણ મહિનાના ખર્ચ માટે તેમાં પૈસા અલગ રાખવા પડશે. બાદમાં તમે છ મહિના ખર્ચ માટે પૈસા અલગ રાખી શકો છો.

હવે બીજો તબક્કો ત્યારે આવે છે જ્યારે તમારી પાસે થોડી બચત જમા થઇ ગઇ હોય (જેમ કે ઈમરજન્સી ફંડ). ત્યારે તમારા મનમાં એક પ્રશ્ન આવી શકે છે કે તમારે રોકાણ ચાલુ રાખવું જોઈએ અને નિર્ધારિત સમય પહેલા લોનની ચુકવણી કરી દેવી જોઈએ. કારણ કે આ પહેલા કરતાં વધુ સારી સ્થિતિ છે. પહેલા તો તમારી પાસે બચત ન હતી, પણ હવે છે.

આ સમયે વ્યક્તિ વિચારી શકે છે કે તેની લોનનો વ્યાજ દર શું છે. સામાન્ય રીતે પર્સનલ લોન પર વ્યાજ દર વાર્ષિક 15 ટકા હોય છે. ક્રેડિટ કાર્ડ લોન પર 35 થી 40 ટકા વ્યાજ લાગે છે. જો તમારી પાસે બેમાંથી કોઈ એક લોન છે, તો તમે તમારી લોનની પૂર્વ ચુકવણી કરવાનું વિચારી શકો છો. તેનું કારણ એ છે કે તેનો વ્યાજ દર ખૂબ વધારે છે. લાંબા ગાળાના રોકાણો શરૂ કરતા પહેલા તમારી આવી લોનના બોજને દૂર કરવું તમારા માટે સમજદારીભર્યું રહેશે.

હવે જો તમારી પાસે હોમ લોન હોય તો શું કરવું? હોમ લોન અન્ય લોનથી અલગ છે. તેમાં વ્યાજ દર ઓછો હોય છે. આના પર ટેક્સ બેનિફિટ્સ મળે છે. સમય જતાં તમારા ઘરની કિંમત વધે છે. અહીં તમારે હોમ લોનના વ્યાજના કર પછીના લાભો અને સંભવિત રોકાણો પરના કરવેરા પછીના વળતરની તુલના કરવી પડશે. જો તમે યુવાન છો અને લાંબા ગાળા માટે રોકાણ કરો છો તો તમે શેરમાં રોકાણ કરવાનું વિચારી શકો છો. શેરમાં રોકાણ કરવાથી 10-12 ટકા વળતરની અપેક્ષા રાખી શકાય છે.

આ ટેક્સ બેનિફિટ્સ પછી હોમ લોન પરના અસરકારક વ્યાજ દર કરતાં ઘણું વધારે છે. હા, એ વાત સાચી છે કે તમને શેરમાંથી એટલું વળતર મળ્યું નથી જેટલું તમે ધાર્યું હતું. આ હોવા છતાં, શેરમાંથી તમારું સરેરાશ વળતર સારું રહેવાની અપેક્ષા છે. ઓછામાં ઓછું તે હોમ લોનના અસરકારક દર કરતા તો વધારે જ હશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે? વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો…