નેશનલ

નાંદેડમાં ગુરુદ્વારા નજીક ગોળીબાર: હત્યાકેસના દોષિત સહિત બે ઘાયલ…

નાંદેડ: નાંદેડમાં ગુરુદ્વારા નજીક થયેલા ગોળીબારમાં હત્યાકેસનો દોષિત સહિત બે જણ ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

Also read : હિંસાથી હેરાન મણિપુરનું સૂકાન કોને? આ નેતા તો તંબુ તાણી બેસી ગયા છે

આ ઘટના સોમવારે સવારના 10.15 વાગ્યાની આસપાસ બની હતી. બે હુમલાખોર ટૂ-વ્હીલર પર આવ્યા હતા અને તેમણે બે વ્યક્તિ પર ગોળીબાર કર્યો હતો.

ગેન્ગસ્ટર રિંધાના ભાઇની હત્યાના કેસમાં દોષિત અને હાલ પેરોલ પર બહાર આવેલા ગુરમિત સિંહ સેવાદારની સાથે રવીન્દ્રસિંહ રાઠોડ આ ગોળીબારમાં ઘવાયા હતા. ગુરુદ્વારા નજીક ગુરમિત સિંહ અને રાઠો પોતાની ટૂ-વ્હીલર પાર્ક કરી રહ્યા હતા ત્યારે તેમના પર ગોળીબાર કરાયો હતો.

પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અભિનાષ કુમારે જણાવ્યું હતું કે ટૂ-વ્હીલર પર આવેલા બંને હુમલાખોરે ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં રાઠોડ અને ગુરમિતને ગોળી વાગી હતી અને તેમને વિષ્ણુપુરી સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બંને પર હુમલા પાછળનો હેતુ જાણી શકાયો નથી.

Also read : હૈદરાબાદમાં સંપત્તિના વિવાદમાં ખેલાયો ખૂની ખેલઃ જાણીતા ઉદ્યોગપતિ પર પૌત્રએ છરીના 70 ઘા માર્યાં

આ પ્રકરણે તપાસ ચાલી રહી છે અને પોલીસ ઘટનાસ્થળ તેમ જ આસપાસના વિસ્તારમાંના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી રહી છે. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button