નેશનલ

ઉલ્હાસનગરના પોલીસ સ્ટેશનમાં ગોળીબાર ભાજપના વિધાનસભ્યની ધરપકડ

ઉલ્હાસનગર: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં જમીન વિવાદ અંગે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના નેતાને ગોળી મારીને ઘાયલ કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્યની ધરપકડ કરવામાં આવી હતી. એડિશનલ પોલીસ કમિશનર દત્તાત્ર્ય શિંદેએ મીડિયાને જણાવ્યું હતું કે કલ્યાણના ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે શુક્રવારે રાત્રે ઉલ્હાસનગર વિસ્તારમાં હિલ લાઇન પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષકની ચેમ્બરમાં કલ્યાણના શિવસેના પ્રમુખ મહેશ ગાયકવાડ પર ગોળીબાર કર્યો હતો. ગણપત ગાયકવાડનો પુત્ર જમીન વિવાદના સંબંધમાં ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન આવ્યો હતો ત્યારે મહેશ ગાયકવાડ તેના માણસો સાથે આવ્યો હતો. બાદમાં ગણપત ગાયકવાડ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. વિધાનસભ્ય અને સેનાના નેતા વચ્ચેની બોલાચાલી
દરમિયાન, ગણપત ગાયકવાડે વરિષ્ઠ નિરીક્ષકની ચેમ્બરની અંદર મહેશ ગાયકવાડ પર કથિત રીતે ગોળીબાર કર્યો હતો, જેમાં તેમને અને તેમના સહયોગીને ઈજા થઈ હતી.
ધરપકડ પહેલા એક ન્યૂઝ ચેનલ સાથે ફોન પર વાત કરતા ગણપત ગાયકવાડે જણાવ્યું હતું કે હા, મેં તેને મારી જાતે ગોળી મારી. મને કોઈ અફસોસ નથી. જો મારા પુત્રને પોલીસ સ્ટેશનમાં પોલીસની સામે માર મારવામાં આવે છે, તો હું શું કરીશ. મે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

તેમના પુત્રને પોલીસ સ્ટેશનમાં માર મારવામાં આવી રહ્યો હોવાથી તેણે સ્વબચાવમાં હથિયારનો ઉપયોગ કર્યો હતો.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહારાષ્ટ્રમાં “ગુનેગારોનું સામ્રાજ્ય સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, એમ તેમણે આક્ષેપ કર્યો હતો
મહેશ ગાયકવાડને થાણે શહેરની ખાનગી તબીબી સુવિધામાં ખસેડવામાં આવે તે પહેલાં તેને સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

સેનાના કલ્યાણ પ્રભારી ગોપાલ લાંડગેએ જણાવ્યું હતું કે, “તેમની સર્જરી કરવામાં આવી હતી, જે સફળ રહી હતી.
પોલીસે ગણપત ગાયકવાડ ઉપરાંત અન્ય બેની પણ ધરપકડ કરી છે. તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ) અને ૧૨૦બી (ગુનાહિત ષડયંત્ર) સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

જો એકનાથ શિંદે મુખ્ય પ્રધાન હશે તો મહારાષ્ટ્રમાં ગુનેગારો જ જન્મશે. તેણે આજે મારા જેવા સારા માણસને ગુનેગાર બનાવ્યો છે.

ગોળીબાર તરફ દોરી ગયેલા જમીન વિવાદ વિશે વાત કરતાં ગણપત ગાયકવાડે કહ્યું કે તેણે દસ વર્ષ પહેલાં એક પ્લોટ ખરીદ્યો હતો. કેટલાક કાયદાકીય મુદ્દા હતા પરંતુ તેઓ કોર્ટમાં મામલો જીતી ગયા હતા. જો કે મહેશ ગાયકવાડે બળજબરીથી તેના પર કબજો જમાવ્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.

વિધાનસભ્યે કહ્યું કે તેમનો પુત્ર ઉલ્હાસનગરના પોલીસ સ્ટેશનમાં જમીન અંગે ફરિયાદ નોંધાવવા ગયો હતો. મને બિલકુલ અફસોસ નથી. એક પિતા તરીકે, જો કોઈ મારા બાળકને મારશે તો હું સહન કરી શકતો નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…