ન્યૂ યોર્ક સિટી સબવે સ્ટેશન પર ફાયરિંગ: એકનું મોત
ન્યૂ યોર્ક: અમેરિકાના ન્ય ૂયોર્કમાં બ્રોન્ક્સમાં સબવે સ્ટેશન પર અનેક લોકોને ગોળી મારવાની ઘટના બની હતી. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. ન્યૂઝ એજન્સી એપીના અહેવાલ અનુસાર, લગભગ સાંજે સાડા ચાર વાગ્યે બ્રોન્ક્સમાં એક એલિવેટેડ ટ્રેન પ્લેટફોર્મ પર ફાયરિંગની ઘટના બની હતી. પોલીસે જણાવ્યું હતું કે, ફાયરિંગમાં ૩૦ વર્ષના વ્યક્તિનું મોત થયું હતું. ફાયર વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઘાયલોમાં ચારની હાલત ગંભીર છે. ફાયરિંગ કરનાર આરોપી પોલીસ કસ્ટડીમાં છે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી.
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, ટ્રેન એક સબવે સ્ટેશન પર રોકાયેલી હતી. તાજેતરના વર્ષોમાં બનેલી ઘટનાઓ પછી સબવે સિસ્ટમ પર હિંસાના ભયમાં વધારો થયો છે, પરંતુ કોવિડ-૧૯ મહામારી પછી ન્યૂ યોર્ક શહેરમાં ગુનાખોરી ઘટી રહી છે. ન્યૂ યોર્કની સબવે સિસ્ટમ પર ગુનાઓ સામાન્ય નથી. સામાન્ય દિવસે લગભગ ૩.૮ મિલિયન લોકો મેટ્રો દ્વારા મુસાફરી કરે છે. મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઑથોરિટીએ ૨૦૨૩માં ૫૭૦ ગુના અને હુમલાની જાણ કરી હતી.