‘Thappad’કાંડમાં ચોંકાવનારો ખુલાસો, CISF અધિકારીએ કહ્યું લાફો મારનાર…
ચંડીગઢઃ ચંડીગઢ એરપોર્ટ પર એક્ટ્રેસ અને નવી નવી સાંસદ ચૂંટાઈ આવનાર કંગના રનૌત (Bollywood Actress Kangana Ranaut)ને એરપોર્ટ પર તહેનાત સીઆઈએસએફની મહિલા ગાર્ડ કુલવિંદર કૌરે લાફો મારી દીધો હતો. હવે આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે અને સીઆઈએસએફના વરિષ્ઠ અધિકારીએ આ બાબતો માહિતી આપતા જણાવ્યું હતું કે લાફો મારનાર મહિલા ગાર્ડ માફી માંહી રહી છે, એટલું જ નહીં તે એરપોર્ટ પર જે સ્થાને હતી ત્યાં એણે હોવું જ નહોતું જોઈતું કારણ કે તેની ડ્યૂટી કોઈ બીજી જગ્યાએ હતી, એવું પણ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
વરિષ્ઠ અધિકારીએ એ વાત પણ સ્વીકારી હતી કે સુરક્ષામાં મોટી ચૂક થઈ છે અને મેં ખુદ દિલ્હીમાં કંગના રનૌત સાથે મુલાકાત કરી છે અને એમની માફી પણ માંગી છે. આ મામલે મોહાલી પોલીસે કુલવિંદર કૌરની સામે સેક્શન 323 અને 341 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બંને ગુના જામીનપાત્ર ગુના છે.
આ પણ વાંચો : સાંસદ બન્યાના બીજા દિવસે Kangana Ranautને Chandigarh Airport પર પડ્યો તમાચો, વીડિયો થયો વાઈરલ…
અધિકારી એ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે કુલવિંદરની ધરપકડ નથી કરવામાં આવી, પણ એની સામે તપાસ કરાઈ રહી છે. તેણે લાગણીના આવેશમાં આવી જઈને આ કૃત્ય કર્યું હતું, પણ હવે તેણે આ ઘટના બાબતે ખેદ વ્યક્ત કર્યો છે અને માફી પણ માંગી રહી છે. એરપોર્ટની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે. કુલવિંદની પોસ્ટિંગ ફ્રિસ્કિંગ ઝોનમાં હતી, પણ તે બીજી જગ્યાએ પહોંચી ગઈ હતી. તે જ્યાં હજી ત્યાં તેણે નહીં હોવું જોઈતું હતું. તેને પંજાબ પોલીસની એક મહિલા કોન્સ્ટેબલે કહ્યું હતું કે કંગના રનૌત (Kangana Ranaut) એરપોર્ટ પર આવી રહી છે અને તે ત્યાં પહોંચી ગઈ હતી. અમારી પાસે એરપોર્ટની રેકોર્ડિંગ છે, જેના પરથી ઘટનાની પૂરી માહિતી મળી હતી. આ ઘટનાની તપાસ બે-ત્રણ દિવસમાં પૂરી થઈ જશે.
આ પણ વાંચો : જ્યારે કંગના ચિરાગ પાસવાનની બાજુમાંથી પસાર થઈ ત્યારે……
અત્રે ઉલ્લેખનીય છે કે કુલવિંદરનો પતિ પણ સીઆઈએસએફમાં જ નોકરી કરે છે અને તે અહીં ડોગ સ્ક્વોડમાં તહેનાત છે. આ સિવાય કુલવિંદર કૌરે પોતાના ભાઈને પણ કહ્યું છે તે સતર્ક રહે, કારણ કે કિસાન આંદોલનના લોકો આ ઘટનાનો ફાયદો ઉઠાવી શકે છે.