નવી દિલ્હી: સ્વિસ બેંકોમાં ભારતીયોના રહેલા કથિત કાળા નાણાનો વિવાદ દેશમાં ભારે ચર્ચાઓ જગાવનારો છે. આ મુદ્દે દેશમાં સમયાંતરે હોબાળો અને આંદોલનો થયા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કાળા નાણાનો મુદ્દો ચર્ચામાં આવ્યો નથી. પરંતુ આ દરમિયાન જે રિપોર્ટ આવ્યો છે તેને લઈને ચોંકાવી દીધા છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ સ્વિસ બેંકોમાં જમા ભારતીયોના કાળા નાણા પર આકરી અસરો થઈ છે.
ભારતીય વ્યક્તિઓ અને કંપનીઓ દ્વારા સ્થાનિક શાખાઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા સ્વિસ બેંકોમાં જમા કરવામાં આવેલા નાણાં 2023ના વર્ષે 70 ટકા ઘટીને 1.04 અબજ સ્વિસ ફ્રેંક એટલે રૂ. 9,771 કરોડના ચાર વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયા છે. કાળા નાણા સામે મોદી સરકાર દ્વારા ઘડવામાં આવેલી કડક નીતિઓને આ ઘટાડાનું કારણ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Haryanaમાં ચૂંટણી પંચ કરશે EVMની તપાસ
આ સ્વિસ નેશનલ બેંક (SNB)ને અન્ય બેંકો દ્વારા જણાવવામાં આવેલા સત્તાવાર આંકડા છે અને આ આંકડો સ્વિત્ઝર્લેન્ડમાં ભારતીયો દ્વારા રાખવામાં આવેલા કાળાનાણાંના સંકેતો નથી આપતો. જો કે આ આંકડાઓમાં ભારતીયો, એનઆરઆઈ અથવા અન્ય લોકોએ ત્રીજા દેશની સંસ્થાઓના નામે સ્વિસ બેંકોમાં રાખેલા નાણાંનો સમાવેશ થતો નથી. SNBએ 2023ના અંતે સ્વિસ બેંકોની ‘કુલ જવાબદારી’ અથવા તેમના ભારતીય ગ્રાહકોને CHF 103.98 કરોડની ‘બાકી રકમ’ની જાણ કરી છે.
તેમાં ગ્રાહકની થાપણોમાં 310 મિલિયન સ્વિસ ફ્રેંક (2022ના અંતે 394 મિલિયન સ્વિસ ફ્રેંક)નો સમાવેશ થાય છે, અન્ય બેંકો દ્વારા રાખવામાં આવેલ 427 મિલિયન સ્વિસ ફ્રેંક, ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલ 10 મિલિયન સ્વિસ ફ્રેંક અને બોન્ડ, સિક્યોરિટીઝ અને CHF 302 મિલિયન સહિત વિવિધ નાણાકીય સંસાધનોના સ્વરૂપમાં ગ્રાહકોને ચૂકવવાપાત્ર અન્ય રકમનો સમાવેશ થાય છે. SNBના ડેટા અનુસાર, 2006માં કુલ રકમ લગભગ 6.5 બિલિયન સ્વિસ ફ્રેંકની રેકોર્ડ ઊંચી સપાટીએ હતી. જો કે આ બાદ 2011, 2013, 2017, 2020 અને 2021 સહિતના કેટલાક વર્ષો સિવાય, તે મોટાભાગે નીચલી સપાટીથી ઉપર ઉઠી નથી.