શોકિંગઃ આમ્રપાલી એક્સપ્રેસની ટક્કરમાં એક પરિવારના ચાર લોકોનાં મોત

સિવાનઃ અહીંના જિલ્લાના લક્ષ્મીપુર નજીક એક્સપ્રેસ ટ્રેન અકસ્માતમાં એક પરિવારનાં ચાર જણનાં કરુણ મોત થયા હતા. સિવાન-ગોરખપુર સેક્શનમાં મૈરવા સ્ટેશન નજીક એક્સપ્રેસ ટ્રેનની ટક્કરમાં ચાર જણનાં મોત થયા હતા, જેમાં બે બાળક, બે મહિલાનો સમાવેશ થાય છે.
આ બનાવની જાણ થયા પછી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. એક પરિવારના લોકો ઘઉંની કાપણી કર્યા પછી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે લક્ષ્મીપુર રેલવે લાઈન નજીક બનાવ બન્યો હતો. મંગળવારે સવારના 10.15 વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. કટિહારથી અમૃતસર જનારી અપ આમ્રપાલી એક્સપ્રેસ (1507)ની ટક્કરનો ભોગ બન્યા હતા.
આ પણ વાંચો : Nainital Road Accident: નૈનીતાલમાં પીકઅપ વાન ખીણમાં ખાબકી, આઠ મજુરોના મોત
બાળકો ટ્રેન અકસ્માતનો ભોગ બન્યા પછી તેમને બચાવવા જતી વખતે મહિલાઓ પણ ટ્રેન અકસ્માતનો ભોગ બની હતી, જેમાં બે બાળક અને બે મહિલા હતી. મૃતકની ઓળખ શ્રીમતી દેવી (30 વર્ષ), દિલબહાર કુમાર (સાત વર્ષ), ખુશી કુમારી (6), નીતુ દેવી (32) તરીકે કરવામાં આવી છે. આ તમામ એક જ પરિવારના છે, જ્યારે તમામ લોકો સિવાનના સુમેરપુર ગામના રહેવાસી છે.
આ પણ વાંચો : Monsoon 2024: Skymetએ ચોમાસા અંગે મહત્વની આગાહી કરી, આ રાજ્યોમાં ઓછા વરસાદની શક્યતા
આ બનાવ બન્યા પછી પોલીસ અને રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ બનાવ પછી મૃતકને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. આ બનાવ બિહારના સિવાન જિલ્લાના મૈરવા ડિવિઝનના લક્ષ્મીપુરમાં બન્યો હતો.
આ બનાવ પછી આમ્રપાલી એક્સપ્રેસના ડ્રાઈવરે રેલવે કંટ્રોલ અને મૈરવા સ્ટેશન મેનેજરને જાણ કરી હતી, જ્યારે આ બનાવને કારણે ટ્રેન લગભગ અડધો કલાકથી વધુ મોડી પડી હતી. આ બનાવ મુદ્દે અકસ્માતનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, એમ રેલવે પોલીસે જણાવ્યું હતું.