અને શ્લોકા અંબાણી ફંક્શનમાં સૂઇ ગઇ….
એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના શાહી ઠાઠમાઠથી ભવ્ય લગ્ન કરાવ્યા છે. લગ્ન પહેલા બે આ લા ગ્રાન્ડ પ્રી વેડિંગ ફંક્શન યોજવામાં આવ્યા હતા, જેમાં દેશ અને દુનિયાભરની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. હકીકતમાં માર્ચ મહિનાથી અનંત-રાધિકાના લગ્નના વિવિધ ફંક્શનોની ઉજવણી ચાલી રહી છે. હાલમાં જ 12 જુલાઇએ બંનેના લગ્ન સંપન્ન થઇ ગયા ત્યાર બાદ શુભ આશિર્વાદ ફંક્શન યોજવામાં આવ્યું હતું, જેમાં પણ દેશવિદેશના અનેક મહાનુભાવો, સાધુસંતો નવવિવાહિત દંપતીને આશિર્વાદ આપવા પધાર્યા હતા. વડા પ્રધાન મોદી પણ અંબાણીના પુત્ર અનંતઅને રાધિકાને આશિર્વાદ આપવા પધાર્યા હતા. મુકેશ અંબાણી અેન નીતા અંબાણીએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું . અનંત અને રાધિકાએ તેમને પગે લાગીને આશિર્વાદ લીધા હતા. ત્યાર બાદ આકાશ અને શ્લોકાએ પણ પીએમને પગે લાગી આશિર્વાદ લીધા હતા અને તેમની આગતાસ્વાગતામાં રોકાયા હતા. ત્યાર બાદ પીએમ મોદી આકાશ અને શ્લોકા તથા ઇશા સાથે ભજન સાંભળવા બેઠા હતા. પીએમ મોદીની એક તરફ શ્લોકા અને આકાશ છે અને બીજી બાજુ ઇશા બેઠેલી જોવા મળે છે. આ વખતે શ્લોકાને ઝોકું આવી જાય છે અને તે ઝોકાં ખાતી જોવા મળે છે.
એક્ચુલી છેલ્લા કેટલાય દિવસથી અંબાણી પરિવારમાં લગ્નની ધામધૂમ ચાલી રહી છે. લોકોની આગતાસ્વાગતા, તૈયારી વગેરેમાં પણ સારી એવી જહેમત ઉઠાવવી પડે છે. આટલા બધા એકધારા ફંક્શન અને આગતાસ્વાગતા, ડાન્સ, સંગીત વગેરેને કારણે શ્લોકાને પણ થાક લાગે તે સમજી શકાય એવી વાત છએ. એવા સમયે તેને ફંક્શનમાં ઝોકું આવી ગયું હતું અને પાપારાઝીઓએ એ ક્ષણને કેમેરામાં આબાદ કેદ કરી લીધી હતી. તમે પણ આ વીડિયો જુઓ.