દિલ્હીના સીએમ રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શ્લોક તિવારીની ધરપકડ | મુંબઈ સમાચાર
નેશનલ

દિલ્હીના સીએમ રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શ્લોક તિવારીની ધરપકડ

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. દિલ્હી પોલીસ ઉત્તર પશ્ચિમ જિલ્લાની સ્પેશિયલ સ્ટાફ ટીમે આરોપીને ગાઝિયાબાદથી ધરપકડ કરી. આરોપીની ઓળખ શ્લોક તિવારી તરીકે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે દારૂના નશામાં ફોન કર્યો હતો.શ્લોક તિવારીએ
ગુરુવારે રાત્રે ગાઝિયાબાદ પોલીસને ફોન કરીને કહ્યું કે તે રેખા ગુપ્તાને મારી નાખશે. તેની બાદ ગાઝિયાબાદ પોલીસે તાત્કાલિક દિલ્હી પોલીસને આ અંગે જાણ કરી અને તરત જ ટીમોએ આરોપીઓની શોધ શરૂ કરી હતી.

દિલ્હીના મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપી

પોલીસને અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, શ્લોક તિવારી સીસીએસમાંથી એલએલબીનો અભ્યાસ કરી રહ્યો છે. તે ડીડ રાઈટરમાં કોર્સ કર્યા પછી ગાઝિયાબાદ કોર્ટમાં નોકરી કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની પત્ની લાંબા સમયથી તેનાથી અલગ રહેતી હતી. ઘણી વખત પોલીસમાં ફરિયાદ કરવા છતાં તેને મદદ કરવામાં આવી રહી ન હતી.જેના લીધે તેણે ગાઝિયાબાદ પોલીસને ફોન કરીને દિલ્હીના મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપી.

આ પણ વાંચો -‏‏‎ અમેરિકાનું મોટું નિવેદન,આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં અમે ભારત સાથે

સ્પેશિયલ સેલ આઈબી ટીમ પૂછપરછમાં વ્યસ્ત

માહિતી અનુસાર શ્લોક તિવારીના લગ્ન વર્ષ 2020 માં થયા હતા. પરંતુ પત્ની દોઢ વર્ષથી નરેલામાં અલગ રહે છે. છેલ્લા એક વર્ષમાં, તેણે કંટ્રોલ રૂમને ચાલીસ વાર ફોન કર્યો છે. તેણે કહ્યું કે પોલીસ તેની વાત સાંભળતી નથી. તેથી જ તેણે આ વખતે આ ફોન કર્યો હતો. તે દારૂનો વ્યસની છે અને ઘણી વખત વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ થયો છે. સીએમ રેખા ગુપ્તાને ધમકી મળ્યા બાદ આઈપી એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. આરોપી હાલમાં ઉત્તર પશ્ચિમ જિલ્લા સ્પેશિયલ સ્ટાફ ઓફિસમાં હાજર છે. સ્પેશિયલ સેલ આઈબી ટીમ પૂછપરછમાં વ્યસ્ત છે.

Back to top button