નેશનલ

Saamana: સામનાએ G20 સમિટને મનોરંજન કાર્યક્રમ ગણાવ્યો, કહ્યું 2024માં નવા વડાપ્રધાન મળશે

શિવસેના (UBT) ના મુખ્યપત્ર સામનામાં સંજય રાઉતે G20 કોન્ફરન્સ બાબતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાઉતે દિલ્હીમાં ચાલી રહેલી G20 સમિટને સરકાર દ્વારા આયોજિત મનોરંજન કાર્યક્રમ ગણાવ્યો છે. ચાર દિવસ માટે દિલ્હીના બંધ રાખવાના આદેશને ‘નાકાબંધી’ ગણાવતા તેમણે પૂછ્યું કે સરકાર શેનાથી ડરે છે? રાઉતે દાવો કર્યો કે 2024માં મધર ઓફ ડેમોક્રેસીને નવા વડાપ્રધાન મળશે.

સંજય રાઉતે સામનામાં લખ્યું, “આપણા દેશમાં હાલમાં વિવિધ સરકારી પ્રાયોજિત મનોરંજન કાર્યક્રમો ચાલી રહ્યા છે. વડાપ્રધાન મોદી પણ લોકોનું સારું મનોરંજન કરી રહ્યા છે. ‘G-20’ સંમેલન પ્રસંગે દિલ્હીને શણગારવામાં આવ્યું છે. 20 દેશોના વડાઓ દિલ્હી પહોંચ્યા. હું અન્ય દેશોમાં આવી કોન્ફરન્સમાં ગયો છું. ત્યાં, આવા સમારોહનું એવી રીતે આયોજન કરવામાં આવે છે કે લોકોને ઓછામાં ઓછી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ આપણા દેશમાં આવા સમારોહનો અર્થ જનતા માટે સમસ્યાઓ છે.


સંજય રાઉતે લખ્યું કે, ગરીબી, ગેરવહીવટ અને ઝૂંપડપટ્ટીઓ ન દેખાઈ એ માટે શહેરના કેટલાક વિસ્તારોને રંગબેરંગી પડદાઓથી ઢાંકી દેવામાં આવ્યા છે. છેલ્લા 8-9 વર્ષમાં સરકાર ગરીબીને દૂર કરવામાં નિષ્ફળ રહી છે. તેથી તેને ઢાંકીને રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે. દિલ્હીમાં ઘણા વિદેશી મહેમાનો છે, પરંતુ વાતાવરણ નીરસ છે.
તેમણે કહ્યું કે, ભૂસાથી ભરેલા લોકોને ખુરશી પર બેસાડવામાં આવ્યા છે અને માત્ર બે-ચાર લોકો જ સરકાર ચલાવી રહ્યા છે. દેશમાં બેરોજગારી છે અને લોકો ભૂખ્યા છે, તેની ચિંતા કોણ કરશે? દેશમાં માત્ર કસરતબાજી અને મનોરંજનના કાર્યક્રમો જ ચાલે છે.


G20 કોન્ફરન્સમાં દેશના નામ તરીકે ‘ભારત’ના ઉપયોગ અંગે તેમણે લખ્યું- અમે પહેલીવાર એવી સરકાર જોઈ છે જે બંધારણ દ્વારા સ્વીકારવામાં આવેલા નામથી ડરે છે. મોદી સરકારે જાણીજોઈને ‘ઇન્ડિયા’ નું નામ બદલીને ‘રિપબ્લિક ઓફ ભારત’ રાખ્યું. તેમણે લખ્યું છે કે, ઇન્ડિયાના વડાપ્રધાન તરીકે નેહરુથી લઈને મોદી સુધીના દરેકે દુનિયાભરમાં પ્રવાસ કર્યો. મોદી સરકારને ‘ઇન્ડિયા’ના નામ પ્રત્યે આટલી નફરત છે તે આશ્ચર્યજનક છે.


સામનામાં લખ્યું કે, ઇન્ડિયા ગઠબંધનનો સામનો કરવો મુશ્કેલ છે. તેથી જ સરમુખત્યારોએ દેશનું ‘નામ’ બદલી નાખ્યું. બંધારણમાં આ રીતે ઇન્ડિયા અને ભારત બંને નામ છે. તેથી મોદી કે સંઘના પ્રભાવને કારણે ‘ઇન્ડિયા’ નામ નાબૂદ કરી શકાય નહીં.


રાઉતે એમ પણ કહ્યું કે ઇન્ડિયાને ભારત કહેવામાં કોઈ બંધારણીય અવરોધ નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયાની બ્રાન્ડ વેલ્યુ અમર્યાદિત છે. આ બ્રાન્ડ વેલ્યુને નષ્ટ કરે એટલી મૂર્ખ કોઈપણ સરકાર ન હોઈ શકે. વિશ્વએ ઇન્ડિયા નામથી દેશને માન્યતા આપી છે. આ બ્રાન્ડને તોડવી એ આર્થિક મહાસત્તા બનવાના સપનાને નુકસાન કરવા જેવું છે.
રાઉતે કહ્યું કે વિદેશી મહેમાનોને ભારતનો અર્થ સમજવા માટે સરકારે મધર ઓફ ડેમોક્રેસી નામથી પત્રિકાઓ છાપવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે ‘ભારત દેશનું સત્તાવાર નામ છે’. તેનો ઉલ્લેખ બંધારણમાં અને 1946-48ની બંધારણ સભાની ચર્ચાઓમાં કરવામાં આવ્યો છે.


તેણે આગળ લખ્યું કે, 2024 પછી ‘મધર ઓફ ડેમોક્રેસી’માં બદલાવ આવશે. દેશને નવા વડાપ્રધાન મળશે. જેનો લોકશાહી પ્રત્યેનો પ્રેમ દેખાડો નહીં હોય અને સત્તાનો અર્થ ધંધો નહીં હોય. ત્યાં સુધી સરકારના મનોરંજનને સહન કરીએ.

Show More

Related Articles

One Comment

  1. ધર્માંતરણ નો જીવતો જાગતો દાખલો.
    રોજ સવારે નવ ટાંક મારીને બોલે છે હવે તો મહારાષ્ટ્ર ના લોકો પણ ટીવી બંધ કરી દે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing