નેશનલ

સ્વાભિમાનથી મોટું કંઈ નથી, દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતના પુત્રએ પોતાની જ પાર્ટીર્ને કરી ટકોર…

નવી દિલ્હી: આગામી લોકસભાની ચૂંટણી માટે I.N.D.I.Aનું ગઠબંધન તો થઈ ગયું છે, પરંતુ મોટાભાગના મુદ્દાઓ પર હજુ સુધી બધી પાર્ટીઓ સંમત થઇ નથી. ગઠબંધન બાદ દરેક પક્ષ કોંગ્રેસ પર જ પ્રહાર કરવાના પ્રયાસ કરી રહી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ કોંગ્રેસને ભાજપ જેવી જ પાર્ટી ગણાવી રહ્યા છે તો વળી દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે કોંગ્રેસ પર દેશને લૂંટવાનો આરોપ લગાવ્યો છે.

ગઠબંધન ‘I.N.D.I.A’માં સામેલ થવા છતાં દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ કોંગ્રેસને કોસવાની કોઇ પણ તક જતી કરતા નથી. ત્યારે પ્રચાર કરતી વખતે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં તેમને સભાઓમાં ભાજપની સાથે સાથે ગઠબંધન અને કોંગ્રેસની પણ ટીકા કરી હતી. જેના પડઘા હવે કાંગ્રેલ પક્ષ તરફથી પણ પડી રહ્યા છે. દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતના પુત્ર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંદીપ દીક્ષિતે કેજરીવાલની વફાદારી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે એક્સ પર લખ્યું હતું કે હવે મારી કોંગ્રેસને આ ઢોંગીની વફાદારી અંગે કોઇ પ્રશ્ર્ન થશે. સ્વાભિમાનથી મોટું કંઈ નથી, અને આપણે આપણું સ્વાભિમાન બાજુ પર મૂકીને તેની સાથે ઊભા છીએ. આ પહેલા પણ સંદીપ દીક્ષિત પોતાની પાર્ટીને ઘણી વખત કેજરીવાલ અને તેમની પાર્ટી સાથે ગઠબંધન ન કરવાની સલાહ આપી ચૂક્યા છે. અગાઉ તેમણે સોનિયા ગાંધી અને રાજીવ ગાંધી વિશેની તેમની ટિપ્પણીઓનો ઉલ્લેખ કરીને કેજરીવાલનો વિરોધ કર્યો હતો.


નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલે રવિવારે છત્તીસગઢમાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન સાથે રોડ શો યોજીને ભાજપ અને કોંગ્રેસને એકસાથે લપેટમાં લીધા હતા. તેમણે કહ્યું હતું કે પહેલા દિલ્હીમાં પણ બે પાર્ટીઓ હતી. અને બંને પક્ષોમાં સેટિંગ એવું હતું કે તમે 5 વર્ષ લૂંટો અને અમે 5 વર્ષ લૂંટશું. જનતા દુઃખી હતી, પણ કોઈ વિકલ્પ નહોતો. અને પછી તેમને આમ આદમી પાર્ટીનો વિકલ્પ મળ્યો અને અમારી સરકાર બની આ વખતે પણ એમજ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button