હિમાચલમાં શીતલહેર
સિમલા: હિમવર્ષા અને વરસાદને પગલે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા હિમાચલ પ્રદેશનો મોટાભાગના વિસ્તારમાં ભારે ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ઊચાણવાળા આદિવાસી વિસ્તારમાં તાપમાન માઈનસ 15થી 20 ડિગ્રી રહ્યું હોવા વચ્ચે લાહોલ અને સ્પિતી સૌથી ઠંડા પ્રદેશ રહ્યા હતા.
અહેવાલ મુજબ લાહોલ અને સ્પિતી જિલ્લામાં ધૂની પર્વતીય વિસ્તારમાં ભેખડો ધસી પડવાની ઘટના બની હતી. જોકે તેમાં કોઈ જાનહાનિ નહોતી થઈ.
સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર ચાર નેશનલ હાઈવે સહિત 400 જેટલા રસ્તાઓ હજુ પણ બંધ જ છે. 289 ટ્રાન્સફોર્મર અને પાણીપુરવઠાની 11 લાઈનની સેવા ખોરવાઈ ગઈ હતી.
લાહોલ અને સ્પિતીમાં 288 રસ્તાઓ બંધ થઈ ગયા હતા. કુલુ અને ચમ્બામાં અનુક્રમે 83 અને 21 રોડ બંધ થઈ ગયા હતા.
24થી 28 ફેબ્રુઆરી દરમિયાન પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. (એજન્સી)
કુપવાડામાં ભારે હિમવર્ષાને લીધે શાળાઓ બંધ
સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ: જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષાને લીધે પહાડી વિસ્તારોની શાળાઓ હાલમાં બંધ રાખવા આદેશ અપાયો હતો. અનેક જિલ્લામાં ભેખડો પડવાની ચેતવણી પણ અપાઇ છે. સીમા પર આવેલા કુપવાડા જિલ્લામાં ભારે હિમવર્ષાને લીધે રસ્તા પર ઘણો બરફ જામી ગયો છે અને તેને લીધે વિદ્યાર્થીઓ તેમ જ શિક્ષકોને શાળામાં જવાની બહુ જ તકલીફ પડી રહી છે. આ જિલ્લામાં ઝોન-પાંચમાં અંદાજે અઢીસો સરકારી શાળા આવે છે.
હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ પહાડી વિસ્તારમાં ઘણી જગ્યાએ સરેરાશ આશરે ચાર ફૂટ બરફ જામેલો છે.
કુપવાડા જિલ્લાના એક શિક્ષકે જણાવ્યું હતું કે જુમગંડ ક્ષેત્રમાં એક હાઇ સ્કૂલ, બે મિડલ સ્કૂલ અને ત્રણ પ્રાથમિક સ્કૂલ છે, પરંતુ રસ્તા પર ઘણો જ બરફ જામેલો હોવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આવવા-જવામાં બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આગામી બેથી ત્રણ દિવસમાં અમુક શાળા ફરી ખૂલવાની આશા છે. ટંગધાર ક્ષેત્ર અને બુજનમ્બલ ક્ષેત્રમાં પણ કપરી પરિસ્થિતિ છે.
કેરન ક્ષેત્રમાં શાળાએ જવાના માર્ગો – હરકિન ટોપ અને સાધના ટોપમાં બરફ જામેલો છે. ઉ