આમચી મુંબઈનેશનલમહારાષ્ટ્ર

શીના બોરા મર્ડર કેસઃ ગુમ થયેલા હાડકાં સીબીઆઇની દિલ્હી ઑફિસમાંથી મળ્યા

શીના બોરા મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે. શીના બોરાના ગુમ થયેલા હાડકાં દિલ્હીની CBI ઓફિસમાંથી મળી આવ્યા હતા. ફરિયાદ પક્ષે બુધવારે ટ્રાયલ કોર્ટમાં આની જાણકારી આપી. અગાઉ તેણે કહ્યું હતું કે શીના બોરાના અવશેષો મળ્યા નથી. હકીકતમાં, 24 એપ્રિલે સીબીઆઈએ કોર્ટને શીનાના અવશેષો ગાયબ થવાની માહિતી આપી હતી. 10 જૂને, ફરિયાદ પક્ષે કોર્ટને કહ્યું કે શીના બોરાના ગુમ થયેલા હાડકાં મળ્યા નથી, પરંતુ એક મહિના પછી, 10 જુલાઈએ, સીબીઆઈએ કોર્ટને કહ્યું કે શીના બોરાના ગુમ થયેલા હાડકાં સીબીઆઈની દિલ્હી ઓફિસમાંથી મળી આવ્યા છે. ફરિયાદી સીજે નંદોડેએ કહ્યું કે જ્યારે ઓફિસના સ્ટોરરૂમની ફરી તપાસ કરવામાં આવી ત્યારે ત્યાં શીના બોરાના હાડકાં પડેલાં મળ્યાં હતાં.

આ પણ વાંચો…
રશિયા સાથે ભારતના સંબંધો મજબુત થતા ભારત-અમેરિકા સંબંધોમાં તિરાડ પડશે?…પેન્ટાગોને આપ્યું મહત્વનું નિવેદન

આ ખુલાસો ત્યારે થયો હતો જ્યારે ટ્રાયલ કોર્ટને મળેલા ઈમેલના એક દિવસ બાદ થયો હતો જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે શીનાના હાડકાં ગાયબ નથી પરંતુ તે ફોરેન્સિક એક્સપર્ટ પાસે હતા જેમણે તેમની તપાસ કરી હતી અને તે કોર્ટ સમક્ષ સાક્ષી તરીકે રજૂ કરી રહ્યો હતો. ઈમેલમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ સાક્ષીએ અચાનક જ મોટી સંપત્તિ મેળવી લીધી છે. સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ એસ પી નાઈક નિમ્બાલકરે બુધવારે કોર્ટમાં હાજર રહેલા બચાવ પક્ષના વકીલોને ઈમેલ વિશે માહિતી આપી હતી. આ વાંચીને વકીલોએ કહ્યું કે આરોપની તપાસ થવી જોઈએ. આ પછી જજે કેન્દ્રીય તપાસ એજન્સી પાસેથી જવાબ માંગ્યો હતો.

શીના બોરા હત્યા કેસની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જી હવે જામીન પર બહાર છે. શીના બોરાની હત્યાનો આ મામલો 2015માં પ્રકાશમાં આવ્યો હતો.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker