શાીય ગાયિકા પ્રભા અત્રેનું અવસાન
પુણે : જાણીતા શાીય ગાયિકા ડૉક્ટર પ્રભા અત્રેનું હૃદયરોગના હુમલાને પગલે ૯૨ વર્ષની જૈફ વયે તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. હિન્દુસ્તાની શાીય સંગીતના કિરાણા ઘરાણાનું પ્રતિનિધિત્વ કરતાં પ્રભાને ભારત સરકારે ત્રણેય પ્રકારના પદ્મ અવૉડથી સન્માનિત કર્યા હતા. તેમને કોથુર્ડ વિસ્તારની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં, પરંતુ ત્યાં તેમને પરોઢિયે સાડાપાંચ વાગ્યે મૃત જાહેર કરાયા હતા એવી માહિતી સૂત્રોએ આપી હતી. તેમના નિકટનાં કુટુંબીજનો અમેરિકામાં રહેતા હોવાથી તેમની અંતિમક્રિયા તેમના ભારતમાં આગમન બાદ પાર પડાશે. ૧૩, સપ્ટેમ્બર, ૧૯૩૨માં જન્મેલા પ્રભા એક બહુમુખી પ્રતિભા ધરાવતાં હતાં. તેઓ સંશોધક, ગીતકાર અને લેખિકા હતાં. તેઓ વિજ્ઞાન અને કાયદાના સ્નાતક હતાં. તેમણે સંગીતમાં ડૉક્ટરેટ કર્યું હતું. તેઓ ટોચના શાીય ગાયક હતાં. તેમને જાન્યુઆરી ૨૦૨૨માં બીજા ક્રમનું નાગરિક સમ્માન પદ્મ વિભુષણ અપાયું હતું. અગાઉ તેમને ૧૯૯૦માં પદ્મશ્રી અને ૨૦૦૨માં પદ્મભુષણ અવૉર્ડ એનાયત કરાયા હતા. (એજન્સી)ઉ