નેશનલ

કૉંગ્રેસના આ દિગ્ગજ નેતાના પીએની ધરપકડ, સોનાની તસ્કરીનો આરોપ

નવી દિલ્હીઃ કેરળના તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના અંગત સહાયકની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલો સોનાની દાણચોરી સાથે જોડાયેલો હોવાની માહિતી મળી રહી છે. તેના પર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સોનું રાખવાનો આરોપ છે. તે દુબઈથી પરત ફરી રહ્યો હતો. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ કેસની માહિતી આપતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે શશિ થરૂરના સહાયક શિવ કુમાર દુબઈથી પરત ફરતી વખતે દિલ્હી એરપોર્ટ પર પકડાયા હતા. બુધવારે, 29 મેના રોજ, દિલ્હી કસ્ટમ્સે દિલ્હી એરપોર્ટ પર સોનાની દાણચોરીના કેસમાં થરૂરના પીએ શિવ કુમાર સહિત બે લોકોની ધરપકડ કરી હતી. શિવકુમારના કબજામાંથી કુલ 500 ગ્રામ સોનું મળી આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓએ શિવ કુમાર પાસેથી મોટી માત્રામાં સોનું જપ્ત કર્યું છે અને તેની પાસેથી જપ્ત કરાયેલા સોના સાથે સંબંધિત દસ્તાવેજો પણ માંગ્યા છે. સોનાની સત્યતા જાણવા માટે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કસ્ટમ વિભાગે શિવ કુમાર પાસેથી લગભગ 30 લાખ રૂપિયાનું સોનું રિકવર કર્યું છે.

સૂત્રોએ જણાવ્યું કે શિવકુમાર પ્રસાદ દુબઈથી એક વ્યક્તિને રિસીવ કરવા દિલ્હી એરપોર્ટ પર આવ્યા હતા. પ્રસાદ પાસે એરોડ્રોમ એન્ટ્રી પરમિટ કાર્ડ છે જે તેમને એરપોર્ટ પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપે છે. તેઓ એરપોર્ટ પરિસરમાં પ્રવેશ્યા હતા, પછી જ્યારે મુસાફરે લગભગ 500 ગ્રામ સોનું પ્રસાદને આપવાનો પ્રયાસ કર્યો ત્યારે બંને લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં, કેસની તપાસ ચાલી રહી છે.

શિવ કુમારની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા, શશિ થરૂરે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “જ્યારે હું ધર્મશાળામાં ચૂંટણી પ્રચાર માટે હતો, ત્યારે મારા સ્ટાફના એક ભૂતપૂર્વ સભ્ય જે પાર્ટ-ટાઈમ સેવા આપી રહ્યો છે તેની સાથે સંકળાયેલી ઘટના સાંભળીને હું ચોંકી ગયો હતો. તે 72 વર્ષીય નિવૃત્ત વ્યક્તિ છે જેઓ વારંવાર ડાયાલિસિસ કરાવતા હતા અને તેમને દયાભાવે પાર્ટ-ટાઇમ ધોરણે રાખવામાં આવ્યા હતા. હું કોઈપણ કથિત ગેરરીતિને માફ કરતો નથી અને આ બાબતની તપાસ માટે જરૂરી હોય તે પ્રમાણે કોઈપણ જરૂરી પગલાં લેવાના અધિકારીઓને તેમના પ્રયાસોમાં સંપૂર્ણ સમર્થન આપું છું. કાયદાએ પોતાનો માર્ગ અપનાવવો જોઈએ.”

આ મામલો સામે આવ્યા બાદ ભાજપે કૉંગ્રેસ પર પ્રહારો કરવાનું શરૂ કર્યું હતું. X (અગાઉ ટ્વિટર) પરની એક પોસ્ટમાં, કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે લખ્યું, “પહેલા CMના સેક્રેટરી સોનાની દાણચોરીમાં સંડોવાયા હતા, હવે કોંગી સાંસદના “સહાયક”/PAની સોનાની દાણચોરી માટે અટકાયત કરવામાં આવી છે. CPM અને કોંગ્રેસ – બંને I.N.D.I.A એલાયન્સ પાર્ટનર્સ – સોનાની દાણચોરોનું ગઠબંધન.”

નોંધનીય છે કે 2020 માં, તિરુવનંતપુરમ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ રાજદ્વારી બેગમાંથી 30 કિલોગ્રામ સોનું જપ્ત કર્યા પછી કેરળમાં સોનાની દાણચોરી સાથે સંકળાયેલા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આ કેસની તપાસ સંભાળી હતી અને કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનના મુખ્ય સચિવ એમ શિવશંકરને એક આરોપી સાથેના તેમના જોડાણના આરોપોને પગલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો