સસંદમાં ઑપરેશન સિંદૂરની ટીકા કરવાનો શશી થરૂરે કર્યો ઈનકાર | મુંબઈ સમાચાર

સસંદમાં ઑપરેશન સિંદૂરની ટીકા કરવાનો શશી થરૂરે કર્યો ઈનકાર

નવી દિલ્હીઃ કૉંગ્રેસના બુદ્ધીજીવી નેતાઓમાં જેમનું નામ મોખરે આવે છે તેવા શશી થરૂર છેલ્લા ઘણા સમયથી કૉંગ્રેસથી નારાજ થઈ રહ્યા છે અને કૉંગ્રેસને નારાજ કરી પણ રહ્યા છે. મોદી સરકારે વિદેશોમાં ઑપરેશિન સિંદૂર વિશે ભારતનો પક્ષ રજૂ કરવા માટે થરૂરની વરણી કરી હતી અને થરૂરે વિદેશોમાં ઑપરેશન સિંદૂરની વાહવાહી કરી છે ત્યારે સ્વાભાવિક છે કે તે સંસદમાં ઑપરેશન સિંદૂર મામલે મોદી સરકારની આલોચના કરવાના નથી. તેમ છતાં કૉંગ્રેસે તેમને આજની પ્રસ્તાવિત ચર્ચામાં ભાગ લેવા કહ્યું હતું, જેનો તેમણે ઈનકાર કર્યો છે.

થરૂરે કહ્યું મૌનવ્રત મૌનવ્રત

આજની સંસદની ચર્ચા પહેલા તો વિપક્ષોએ હંગામો કરવાથી ગૃહ સ્થગિત થયું છે, પરંતુ મળતી માહિતી મુજબ કૉંગ્રેસના વિપક્ષના નેતા એટલે કે રાહુલ ગાંધીના કહેવાથી થરૂરનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને સરકારની ટીકા કરવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ થરૂરે ઈનકાર કરતા એમ કહ્યું હતું કે અત્યાર સુધી તેઓ જે બોલતા આવ્યા છે, તે જ કહેશે અને તેમના નિવેદનોમાં કોઈ ફેરબદલ નહીં હોય. જ્યારે મીડિયા દ્વારા થરૂરને પૂછવામાં આવ્યું ત્યારે કંઈ ન બોલતા તેમણે માત્ર મૌનવ્રત મૌનવ્રત તેમ જણાવ્યું હતું.

આપણ વાંચો:  અમરનાથ યાત્રા વચ્ચે શ્રીનગરમાં અથડામણ, સેનાએ ઓપરેશન મહાદેવ લોન્ચ કર્યું, ત્રણ આતંકીઓ ઠાર

કૉંગ્રેસે ગૌરવ ગગોઈ, પ્રિયંકા ગાંધી વાડ્રા, દીપેન્દ્ર હુડ્ડા, પ્રણિતિ શિંદે, સપ્તગિરી ઉલાકા, વિજેન્દ્ર એસ ઓલાના નામ સંસદભવનમાં ચાલતી ચર્ચા માટે નક્કી કર્યા છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button