કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કહ્યું રાહુલ ગાંધી પ્રામાણિક નેતા

તિરુવનંતપુરમ : કોંગ્રેસ સાંસદ શશી થરૂરના પાર્ટી સાથે ચાલી રહેલા મતભેદો વચ્ચે તેમણે રાહુલ ગાંધીને એક પ્રામાણિક નેતા ગણાવ્યા છે. થરૂરે કહ્યું કે રાહુલ ગાંધી દરેક લોકોને ગમે છે કારણ કે તેઓ દેશમાં સાંપ્રદાયિકતા, નફરત અને વિભાજનકારી રાજકારણ વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. તેમજ રાહુલ ગાંધી વિરુદ્ધ કોઈપણ નકારાત્મક ટિપ્પણી સાથે ક્યારેય સહમત નથી થયા.
મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે બાદ નિવેદન
કોંગ્રેસ સાંસદ શશી થરૂરે તિરુવનંતપુરમના પત્રકારોને જણાવ્યું હતું કે, તેઓ રાહુલ ગાંધી વિરુદ્ધ કોઈપણ નકારાત્મક ટિપ્પણી સાથે ક્યારેય સહમત નથી અને કહ્યું તે એક પ્રામાણિક નેતા છે. તેમનું આ નિવેદન પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે તેમની ફરિયાદો દૂર કરવા માટે મળ્યાના એક દિવસ બાદ આવ્યું છે. આ મુલાકાત બાદ તેમણે કહ્યું કે બધું બરાબર છે અને અમે સાથે છીએ.
આપણ વાચો: શશી થરૂરે ‘સાવરકર એવોર્ડ’ સ્વીકારવાની મનાઈ કરી: આવી સ્પષ્ટતા કરી અટકળોનો અંત લાવ્યો
તેમના વલણનું ભાજપ તરફી અર્થઘટન કર્યું
કોચીમાં તાજેતરમાં એક કાર્યક્રમમાં તેમને અન્ય નેતાઓ દ્વારા અલગ રાખતા તે નારાજ હોવાનું માનવામાં આવતું હતું. આ ઉપરાંત થરૂરે શુક્રવારે એમ પણ કહ્યું કે જ્યારે મીડિયાએ કેટલાક મુદ્દાઓ પર તેમના વલણનું ભાજપ તરફી અર્થઘટન કર્યું હશે. થરૂરે કહ્યું કે તેમણે અગાઉ સ્પષ્ટ કર્યું છે કે કેટલાક આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમને રાજકારણ વિશે વાત કરવાનું પસંદ નથી અને તેના બદલે તેઓ દેશ વિશે વાત કરવાનું પસંદ કરે છે.
પક્ષના ઘણા નેતાઓએ તેમની ટીકા કરી હતી
તેમણે જણાવ્યું હતું કે, ગયા વર્ષે પહલગામ હુમલા પછી ભારત-પાકિસ્તાન સંઘર્ષ અને રાજદ્વારી વાતચીત પરની તેમની ટિપ્પણીઓએ વિવાદ ઉભો કર્યો હતો. તેમની ટિપ્પણીઓ કોંગ્રેસના વલણથી વિરોધાભાસી હતી અને પક્ષના ઘણા નેતાઓએ તેમની ટીકા કરી હતી. તેમના હેતુઓ પર સવાલ ઉઠાવ્યા હતા. થરૂરે એ પણ સ્વીકાર્યું કે પક્ષના કોઈપણ સભ્યએ પક્ષના સિદ્ધાંતની વિરુદ્ધ ન જવું જોઈએ.



