નેશનલ

શશી થરૂર ભાજપના ‘સુપર સ્પોકપર્સન’! કોંગ્રેસ નેતાના આકરા પ્રહારો…

નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ શશી થરૂર ઓપરેશન સિંદૂર ગ્લોબલ આઉટરીચ પ્રોગ્રામ માટેના એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, આ દરમિયાન શશી થરૂર પાકિસ્તાનની પોલ ખુલી પાડી રહ્યા છે. આ કામ માટે શશી થરૂરની પ્રશંસા થઇ રહી છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીની અંદર જ તેમની ટીકા થવા લાગી છે.કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ ઉદિત રાજે શશી થરૂર પર કટાક્ષ કરતા તેમને ‘ભાજપના સુપર સ્પોકપર્સન’ ગણાવ્યા.

અહેવાલ મુજબ ઉદિત રાજે કહ્યું, “કોંગ્રેસના સાંસદ શશિ થરૂર ભાજપના સુપર સ્પોકપર્સન છે. ભાજપના નેતાઓ વડાપ્રધાન મોદી અને સરકારના પક્ષમાં જેટલું નથી બોલી રહ્યા, તેના કરતા શશિ થરૂર વધુ બોલી રહ્યા છે. શું તેમને (શશિ થરૂર) ખબર છે કે પહેલાની સરકારો શું કરતી હતી?… તેઓ (કેન્દ્ર સરકાર) ભારતીય સશસ્ત્ર દળોનો શ્રેય લઈ રહ્યા છે.”

પનામામાં ભારતીય દૂતાવાસને સંબોધતા, થરૂરે તાજેતરના વર્ષોમાં આતંકવાદીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી વિષે વાત કરી હતી. પનામામાં થરૂરે 2016ની સર્જિકલ સ્ટ્રાઈક અને 2019ની બાલાકોટની એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો હતો.

થરૂર કોંગ્રેસની સિદ્ધિ અવગણી રહ્યા છે:
ઉદિત રાજે થરૂરની આ ટિપ્પણીઓનો સખત વિરોધ કર્યો હતો. એક પોસ્ટમાં ઉદિત રાજે કહ્યું, “પીએમ મોદી પહેલાં, ભારતે ક્યારેય LOC અને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ન હતી એમ કહીને તેમને કોંગ્રેસના સુવર્ણ ઇતિહાસને કેવી રીતે બદનામ કરી શકો છો?” ઉદિત રાજે 1965 અને 1971 ના યુદ્ધો તેમજ UPA સરકાર દરમિયાન થયેલી સર્જિકલ સ્ટ્રાઈકના ઉદાહરણો આપ્યા અને શશી થરૂર પર પ્રહારો કર્યા.

Randhir Jaiswal – X “ANI”

ભારતના આંતરરાષ્ટ્રીય ભાગીદાર દેશોને આતંકવાદ પર ભારતના વલણ વિશે માહિતી આપવા માટે ભારતે સરકારે 7 પ્રતિનિધિ મંડળો મોકલ્યા છે. જેમાંના એકનું પ્રતિનિધિત્વ શશી થરૂર કરી રહ્યા છે. શશી થરૂરની ટીમમાં તેજસ્વી સૂર્યા (BJP), સરફરાઝ અહમદ (JMM), ગંત હરીશ મધુર બાલયોગી (TDP), શશાંક મણિ ત્રિપાઠી (BJP), ભુવનેશ્વર કલિતા (BJP), મિલિંદ દેવરા (Shivsena) અને યુએસમાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત તરનજીત સંધુનો સમાવેશ થાય છે.

આપણ વાંચો: વિચારધારા સમાન હોય તો અલગ કેમ રહેવું? શશી થરૂર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button