જી-20 સંમેલનની કોંગ્રેસ ભલે ટીકા કરતું રહ્યું, પણ તેમના જ સાંસદે કરી મોદી સરકારની પ્રશંસા
દિલ્હી: રાજધાની દિલ્લીમાં બે દિવસીય જી-20 શિખર સંમેલન પૂરું થયું છે. ત્યારે હવે આ સંમેલનમાં શું થયું તે અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. એક તરફ સત્તાધારી પક્ષ દ્વારા આ પરિષદને કારણે મોદીએ દેશને વૈશ્વિકસ્તરે મોટું સ્થાન અપાવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો બીજી બાજુ વિરોધી પક્ષો દ્વારા તેની ટીકા-ટીપ્પણી કરવામાં આવી રહી છે. જોકે કોંગ્રેસ તો આ મુદ્દે કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરી રહી છે. ત્યારે કોંગ્રેસના સાંસદ શશી થરુરે તો જી-20 સંમેલન અંગે મોદી સરકારની ખૂબ પ્રશંસા કરી છે.
એક અખબારને આપેલા ઇન્ટર્વ્યુમાં શશી થરુરે કહ્યું કે, જી-20 સમીટમાંથી આપણે જે મેળવ્યું છે એ ખરેખર ભારત માટે મોટી રાજનૈતિક સફળતા છે. કારણ કે આ તમામ નેતાઓ ભારતમાં આવે તે પહેલાં એ જ શંકા હતી કે તેમનું સંયુક્ત નિવેદન મળશે કે નહીં. રશિયા-યુક્રેન યુદ્ધનું સમર્થન કરનારા અને વિરોધ કરનારાઓ વચ્ચે એકમત થવું અશક્ય લાગી રહ્યું હતું. પણ આ મુદ્દે પાછલાં 9 મહિનામાં અશ્કય લાગી રહેલ ફોર્મ્યુલા પ્રત્યક્ષ રીતે મંજૂર કરાવી લેવામાં સરકારને સફળતા મળી છે. આ ભારતની જ સફળતા કહેવાશે. એમ શશી થરુરે કહ્યું હતું.
શશી થરુરે ભરે મોદી સરકારની પ્રશંસા કરી હોય પણ તે સાથે ચિંતા પણ વ્યક્ત કરી હતી. તેમણે આ સંમેલનના આયોજન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. આ આયોજનને કારણે દિલ્હીના સામાન્ય લોકોને ઘણી અસુવિધાઓનો સામનો કરવો પડ્યો છે. સરકારની જવાબદારી ગરીબી હટાવવાની છે. ગરીબોને નજર અંદાજ કરવાની નથી. પણ આ આયોજનમાં ગરીબોને નજર અંદાજ કરવાના મુદ્દા પર ધ્યાન આપાયું હતું.
આ સંમેલનમાં વિરોધી પક્ષોને આમંત્રણ ન આપાયું હોવાના મુદ્દે પણ શશી થરુરે ટીપ્પણી કરી હતી. વિરોદી પક્ષ નેતા, વિરોધી પક્ષના સાંસદ, અલગ અળગ સમીતીમાં રહેલાં વિરોધી પક્ષના સદસ્યમાંથી કોઇને પણ આમંત્રણ આપવામાં આવ્યું નહતું. તેથી સંમેલનમાં રાજનૈતિક સ્તરે જે સર્વસમાવેશકતા દેખાઇ એ આપડા આંતરિક રાજકીય સ્તરે માત્ર દેખાઇ નથી, એવી ટીપ્પણી થરુરે કરી હતી.
શશી થરુરે જી-20 સંમેલન માટે અમિતાભ કાંત અને વિદેશ પ્રધાન એસ જયશંકરની ખાસ પ્રશંસા કરી હતી. હું આ બંને સાથે વાત કરી રહ્યો છું. હું એમને અભિનંદન પાઠવું છું. કારણ કે એ બંને એ કર્યું એ ભારત માટે ખરેખર ખૂબ સારી વાત છે. આવા પ્રકારની રાજનિતીક ચર્ચાઓ ઊભી કરવી એ કોઇ સહેલું કામ નથી. આ બંનેએ એ માટે ખૂબ મહેનત કરી હોવાનું સાફ દેખાઇ રહ્યું છે. એમ શશી થરુરે કહ્યું હતું.