જાણીતા લેખક અને રાજદ્વારીમાંથી રાજનેતા બનેલા શશિ થરૂરને મંગળવારે ફ્રાન્સમાં સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું હતું. ફ્રેન્ચ દૂતાવાસમાં એક સમારોહમાં સમારોહમાં ફ્રેન્ચ સેનેટના પ્રમુખ ગેરાર્ડ લાર્ચર દ્વારા થરૂરને પ્રતિષ્ઠિત એવોર્ડ ‘શેવેલિયર ડી લા લીજન ડી’ઓનર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફ્રાન્સની સેનેટ સ્પીકર લાર્ચરે કહ્યું કે, ડૉ.થરૂર પણ ફ્રાન્સના સાચા મિત્ર છે. થરૂર કેરળના તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ છે અને ઘણા લોકપ્રિય પુસ્તકોના લેખક છે.
ફ્રાન્સની સરકારે ઓગસ્ટ 2022માં પૂર્વ કેન્દ્રીય મંત્રી થરૂરને એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. હવે તેમને મંગળવારે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફ્રેન્ચ દૂતાવાસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ભારત-ફ્રાન્સ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ડો. થરૂરના અથાક પ્રયાસો, આંતરરાષ્ટ્રીય શાંતિ અને અને સહયોગ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ફ્રાન્સના લાંબા સમયના મિત્ર તરીકે સર્વોચ્ચ ફ્રેન્ચ નાગરિક પુરસ્કાર આપવામાં આવે છે.
લોકસભા સાંસદને સન્માન આપતાં, લાર્ચરે કહ્યું, “એક રાજદ્વારી, લેખક અને રાજકારણી તરીકેની તેમની ઉત્કૃષ્ટ કારકિર્દી દ્વારા, શશિ થરૂરે જ્ઞાનની તરસ અને બુદ્ધિમત્તા સાથે વિશ્વને સ્વીકાર્યું છે. ડૉ. થરૂર ફ્રાન્સના સાચા મિત્ર પણ છે, ફ્રાન્સ અને તેની સંસ્કૃતિની ઊંડી સમજ ધરાવતા ફ્રાન્કોફોન છે.
આ સન્માન પ્રાપ્ત કરતી વખતે, શશિ થરૂરે જણાવ્યું હતું કે, તેઓ શેવેલિયર ડી લા લીજન ડી’ઓનર (નાઈટ ઓફ ધ લીજન ઓફ ઓનર) સ્વીકારીને અત્યંત સન્માનની લાગણી અનુભવી રહ્યા છે. તેમણે કહ્યું, હું તમારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત થવા બદલ આભારી છું. થરૂરે કહ્યું, મારા મતે, એક ભારતીયને આ પુરસ્કાર આપવો એ ફ્રેન્ચ-ભારતીય સંબંધોના ઊંડાણ અને ઉષ્માની સાતત્યની સ્વીકૃતિ છે.
થરૂરે વધુમાં જણાવ્યું હતું કે, આ સન્માન માત્ર વ્યક્તિગત સિદ્ધિઓની ઉજવણી નથી, પરંતુ સાંસ્કૃતિક આદાનપ્રદાન અને રાજદ્વારી સંબંધોને પ્રોત્સાહન આપવાના આપણા બંને દેશોના સામૂહિક પ્રયાસોને પણ પ્રતિબિંબિત કરે છે. આ સંબંધ પરસ્પર આદર, પ્રશંસા અને સહકારના સ્તંભો દ્વારા બાંધવામાં આવે છે. તેમણે કહ્યું કે, ભારત અને ફ્રાન્સ વચ્ચે વધુ સહકારને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસો ચાલુ રાખવા માટે અમે આતુર છીએ. અમને ફ્રેન્ચ લોકશાહી માટે પણ ઊંડો આદર છે.
Taboola Feed