નેશનલ

મહુવા મોઇત્રા સાથે વાઇરલ થયેલી તસવીર માટે શશિ થરૂરે કહ્યું કે…

નવી દિલ્હીઃ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પૈસા લઇને સવાલ પૂછવાના મુદ્દે વિવાદમાં ફસાયેલી મહુઆ મોઇત્રા સાથે વાઇરલ થઈ રહેલી તસવીરો પર પ્રતિક્રિયા આપી હતી. શશિ થરૂરે મહુઆ મોઇત્રા સાથેની વાયરલ થયેલી તસવીરને સસ્તી રાજનીતિ ગણાવી છે. તેમણે કહ્યું હતું કે આ કોઈ ગંભીર મુદ્દો નથી. તેમજ તેમણે આ ફોટા પાછળનું સત્ય પણ જણાવતા કહ્યું હતું કે આ તે દિવસનો ફોટો છે જ્યારે અમે તેની બર્થડે પાર્ટીમાં મળ્યા હતા.

TMC સાંસદ મહુઆ મોઇત્રા સાથેની તેમની વાઇરલ તસવીરો પર કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું હતું કે મારું જીવન લોકોને સમર્પિત છે. મારા મતે આ કોઈ ગંભીર મુદ્દો નથી.


તિરુવનંતપુરમના સાંસદે સ્પષ્ટતા કરી કે તે મહુઆ મોઇત્રાની જન્મદિવસની પાર્ટી દરમિયાન લેવામાં આવેલી તસવીરનું ક્રોપ્ડ વર્ઝન બતાવીને તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. મારા માટે તે બાળક જેવી છે. સાંસદ મહુઆ મોઇત્રા મારાથી લગભગ 20 વર્ષ નાની છે. આખો ફોટો બતાવવાને બદલે તેને ક્રોપ કરીને એડિટ કરીને આ બધું ફેલાવવામાં આવી રહ્યું છે.

તેમજ તેમણે કહ્યું હતું કે તેઓ આવા ટ્રોલ્સને મહત્વ આપતા નથી અને લોકો માટે કામ કરવામાં વ્યસ્ત છે. પરંતુ સવાલ એ થાય છે કે આ તસવીર કોણે ક્રોપ કરી?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button