મુંબઇ : યુએસ પ્રમુખપદની ચૂંટણી માટે મત ગણતરીના પ્રારંભિક વલણો દર્શાવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પને 200 થી વધુ બેઠકો મળી છે. જેના પગલે શેરબજારમાં (Stock Market)સેન્સેક્સ 295.19 પોઈન્ટ ના વધારા સાથે 79,771 પર ખુલ્યો હતો અને NSE નિફ્ટી 95.45 પોઈન્ટ ના વધારા સાથે 24,308 પર ખુલ્યો હતો.
આઇટી ઇન્ડેક્સમાં જબરદસ્ત વધારો
આઇટી ઇન્ડેક્સ 513 પોઈન્ટના ઉછાળા સાથે 40925 ના સ્તર પર કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. જો શેર પર નજર કરીએ તો સૌથી વધુ ઉછાળો HCL,વિપ્રો અને ટેક મહિન્દ્રાના શેરમાં જોવા મળી રહ્યો છે. આજે ઈન્ફોસિસ પણ તેજી સાથે બિઝનેસ કરી રહી છે.
બેન્ક નિફ્ટીમાં ઉછાળો આવ્યો
બેન્ક નિફ્ટી 233 પોઇન્ટના વધારાની સાથે 52440 ના સ્તર પર જોવા મળી રહી છે. ગઈકાલના માર્કેટમાં પણ બેંક નિફ્ટીમાં 992 પોઈન્ટના વધારા સાથે ટ્રેડિંગ બંધ થયું હતું. આજે સવારે પણ બેંક નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.
Also Read – US Presidential Result Live: જાણો .. અમેરિકામાં સ્વિંગ સ્ટેટ્સમાં ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસ કોણ આગળ
અમેરિકાથી જાપાન સુધીના વૈશ્વિક સંકેતો
યુએસ પ્રમુખપદની ચૂંટણીના પરિણામો પહેલા વોલ સ્ટ્રીટ પર રાતોરાત ઉછાળાને પગલે બુધવારે એશિયન બજારો ઊંચા વેપાર કરી રહ્યા હતા. જાપાનનો Nikkei 2250.7 ટકા વધ્યો હતો, જ્યારે Topix 0.4 ટકા વધ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.2 ટકા વધ્યો હતો, જ્યારે કોસ્ડેક 0.7 ટકા વધ્યો હતો. હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સ ફ્યુચર્સે નીચી શરૂઆત દર્શાવી હતી.
યુએસ ચૂંટણી પરિણામ 2024
યુનાઇટેડ સ્ટેટ્સે મંગળવારે 47માં રાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાન કર્યું. આમાં મતદારોએ ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને પોતાનો મત આપ્યો. હાલના અપડેટ મુજબ કમલા હેરિસને 45.8 ટકા મત મળ્યા છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં 53.1 ટકા મતો સાથે આગળ છે.