મુંબઈ: ભારતીય શેરબજારમાં(Share Market) ગુરવારે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. જો કે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 78,771.64 પોઈન્ટની ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યા બાદ સેન્સેક્સ 149.41 પોઈન્ટ ઘટીને 78,524.84 પોઈન્ટ પર પહોંચ્યો હતો. નિફ્ટી 47.45 પોઈન્ટ ઘટીને 23,821.35 પર આવી ગયો હતો. હાલમાં સેન્સેક્સ 269.62 પોઈન્ટના વધારા સાથે 78943.87 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50 પણ 76 પોઈન્ટના વધારા સાથે 23945 પર છે.
આ શેરમાં ઉછાળો અને ઘટાડો
સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, એચસીએલ ટેક્નોલોજીસ, મારુતિ, ભારતી એરટેલ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને નેસ્લેના શેરને સૌથી વધુ નુકસાન થયું હતું.
જયારે અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં વધારો થયો હતો. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી, હોંગકોંગનો હેંગસેંગ અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ નુકશાનમાં રહ્યો હતો.
એફઆઈએ વેચવાલી ચાલુ રાખી
બુધવારે યુએસ બજારો સકારાત્મક નોંધ પર બંધ થયા હતા. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.21 ટકા ઘટીને યુએસ ડોલર 85.07 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યાં છે. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ બુધવારે મૂડીબજારમાં વેચવાલી ચાલુ રાખી અને રૂપિયા 3,535.43 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.