ટોપ ન્યૂઝનેશનલશેર બજાર

આજે બજાર ખૂલતા જ Zerodha યુઝર્સ ફરી ફસાયા! કંપનીએ કરી સ્પષ્ટતા

મુંબઈ: આજે સોમવારે બજાર ખુલતાની સાથે જ અગ્રણી ડિસ્કાઉન્ટ બ્રોકર ફર્મ ઝિરોધા(Zerodha )ના યુઝર્સ ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. યુઝર્સને નવા ઓર્ડર આપવામાં મુશ્કેલીઓ થઇ હતી. જોકે, કંપનીનું કહેવું છે કે તેણે થોડા જ સમયમાં સમસ્યાઓનું નિરાકરણ લાવી દીધું છે અને હવે યુઝર્સને ઓર્ડર આપવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અપડેટ શેર કરી ઝિરોધાએ લખ્યું કે આ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. હવે નવા ઓર્ડરનું સ્ટેટસ યોગ્ય રીતે અપડેટ થઈ રહ્યું છે. અમે જૂના ઓર્ડર માટે સ્ટેટસ અપડેટ કરવા પર કામ કરી રહ્યા છીએ. અસુવિધા માટે અમે દિલગીર છીએ.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ઝિરોધાના પ્લેટફોર્મ પર ગ્લીચ અંગે યુઝર્સ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. કંપનીએ આ અંગે ખુલાસો કરી ખામી સુધારી દીધી હતી.

આજે ભારતીય શેરબજારની શરૂઆત સામાન્ય રહી હતી. બજાર ખુલતાની સાથે જ BSE સેન્સેક્સ 100 પોઈન્ટ નીચે ગયો હતો, જ્યારે NSE નિફ્ટી સંપૂર્ણપણે ફ્લેટ ખુલ્યો હતો અને પછી 24300 ની નીચે સરકી ગયો હતો.

BSE સેન્સેક્સ 81.60 પોઈન્ટ ઘટીને 79,915 ના સ્તર પર ખુલ્યો. NSEનો નિફ્ટી માત્ર 5.60 પોઈન્ટના વધારા સાથે 24,329 પર ખુલ્યો હતો.

બેન્ક નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યો અને બજાર ખુલ્યા પછી તરત જ 52,321 ની નીચી સપાટી નોંધાવી હતી. જો કે, તેમાં તીવ્ર વધઘટ જોવા મળી રહી છે જેના કારણે તે 52,656ની ટોચે પહોંચી ગયો છે. બેન્ક નિફ્ટીના 12માંથી 9 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે 3 શેરો ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત