પદ્મ પુરસ્કારથી સન્માનિત બિહારની પ્રખ્યાત ગાયિકા શારદા સિન્હાએ હવે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમણે મંગળવારે મોડી સાંજે દિલ્હી એમ્સમાં અંતિમ શ્વાસ લીધા છે. સોમવારે સાંજે શારદા સિંહાની તબિયત વધુ લથડી હતી અને તેમને વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ સમાચારે દેશભરના તેમના શુભચિંતકોને આંચકો આપ્યો છે.
આ પણ વાંચો : ગદર ફિલ્મના એક્ટરનું નિધન, બોલિવૂડમાં શોકનો માહોલ…
છઠ ગીતના પર્યાય એવા શારદા સિંહાને સોમવારે રાત્રે વેન્ટિલેટરના સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા. તેનું ઓક્સિજનનું સ્તર ઘટી રહ્યું હતું. લોક ગાયકના પુત્ર અંશુમન સિન્હાએ પોતાના એક વીડિયો મેસેજમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, ‘મલ્ટિપલ ઓર્ગન ડિસફંક્શનની સ્થિતિને કારણે માતા એક મોટી લડાઈમાંથી પસાર થઈ છે. હવે તે એકદમ મુશ્કેલ છે. તમે બધા પ્રાર્થના કરો કે તેઓ લડીને બહાર આવે. છઠ્ઠી માતા કૃપા કરો.