નેશનલ

Ram Mandir નિમંત્રણ વિવાદ પર આખરે પૂર્ણ વિરામ: શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેનું નામ પણ આમંત્રિતોમાં સામેલ

નવી દિલ્હી: છેલ્લાં કેટલાંક દિવસોથી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણને લઇને વિવાદ ચાલી રહ્યો છે. મહા વિકાસ આઘાડી દ્વારા સતત આ કાર્યક્રમને લઇને ભાજપ અને મોદી સરકાર પર ટીકા કરવામાં આવી રહી છે. એમાં પણ મહારાષ્ટ્રમાં આ મુદ્દે રાજકારણ ગરામયું છે. દરમીયાન આ તમામ વિવાદો પર પૂર્ણ વિરામ મૂકી આખરે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે ને આમંત્રીત કરવામાં આવ્યા છે.

અયોધ્યામાં યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને રામ જન્મભૂમી મંદિર ન્યાસ તથા વિશ્વ હિન્દુ પિરષદ દ્વારા આખરે રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવાર અને શિવસેના ઠાકરે જૂથના નેતા ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, રાજદના અધ્યક્ષ લાલૂપ્રસાદ યાદવ, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પણ આમંત્રણ મોકલવામં આવ્યું છે.


આ કાર્યક્ર માટે રાજકીય પક્ષોના તમામ પ્રમુખ નેતાઓને આમંત્રીત કરવામાં આવ્યા છે. અમે કોઇને પણ છોડી નથી દીધા. બધાએ જ આકાર્યક્રમમાં આવવું જોઇએ. આ સૌથી શુભ પ્રસંગ છે. તેમાં રાજકારણ ના કરો, એમ વિહીપના કાર્યાધ્યક્ષ આલોક કુમારે પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં કહ્યું હતું.


ત્યારે હવે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યા બાદ શું આ નેતાઓ આ શુભ પ્રસંગના સાક્ષી બનશે? કે આ મુદ્દે નવું રાજકારણ રમાશે? તેની તરફ બધાનું ધ્યાન છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button