“NDA એટલે નરેન્દ્ર દામોદરદાસનું અનુશાસન” શંકરાચાર્યએ કર્યા વડાપ્રધાનના વખાણ…

વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર કાશીને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી છે. છે. આ દરમિયાન કાંચીના શંકરાચાર્ય સ્વામી વિજયેન્દ્ર સરસ્વતીએ વડાપ્રધાન મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. શંકરાચાર્યએ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એટલે કે NDA નો નવો અર્થ પણ આપ્યો છે. શંકરાચાર્યએ કહ્યું કે આપણા દેશમાં નરેન્દ્ર દામોદરદાસનું અનુશાસન (NDA)ની સરકાર ચાલી રહી છે. આ સાંભળીને શંકરાચાર્યની બાજુમાં બેઠેલા પીએમ મોદી પણ હસી પડ્યા હતા.
આ પણ વાંચો : આખરે હિંદુ ધર્મમાં શંકરાચાર્યનું શું યોગદાન છે? કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેનો સવાલ
આ પણ વાંચો : શિવરાજ સિંહ ચૌહાણે ઓમકારેશ્વરમાં આદિ શંકરાચાર્યની 108 ફૂટ ઉંચી પ્રતિમાનું કર્યું અનાવરણ કર્યું
શંકરાચાર્યએ કયા ભરપેટ વખાણ:
શંકરાચાર્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે એક સારા નેતા મળવું ખૂબ મુશ્કેલ છે, આ સમયે દેશને એક સારા નેતા મળ્યા છે. આપણને એક એવા નેતા મળ્યા છે કે જે દરેકને જોડવા વાળા છે. આપણી પાસે બહુ મોટું લોકતંત્ર છે અને તે માટે પણ શાનદાર કામ થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદીએ કોરોનાના સમયમાં પણ બધાને અન્ન પૂરું પડ્યું હતું. તે જાણે છે કે લોકોની વેદના શું છે અને તેમની પીડા દૂર કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. તેણે જે ધાર્યું હતું તે સાકાર થઈ રહ્યું છે. દેશમાં જેટલો બૌદ્ધિક વિકાસ જરૂરી છે તેટલું જ ધર્મનું પણ મહત્વ છે. મોદીજી આ બધું કરી રહ્યા છે. યુપીમાં તેમના સાથી યોગીજી પણ આવું જ કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો : મહાનતમ અને અભૂતપૂર્વ આત્મા: આદ્ય શંકરાચાર્ય
વિદ્યા, વૈદ્ય અને વેદ માટે થઈ રહ્યું છે કામ:
શંકરાચાર્યે કહ્યું કે વિશ્વ ગુરુ બનવા માટે વિદ્યા, વૈદ્ય અને વેદ ત્રણેયની જરૂર છે. આ ત્રણેયનું કામ અત્યારે દેશમાં થઈ રહ્યું છે. વિદ્યા એટલે કે શિક્ષણ ક્ષેત્રે નવું કામ થઈ રહ્યું છે. વૈદ્ય માટે હોસ્પિટલો બનાવવામાં આવી રહી છે. એ જ રીતે વેદોનું કાર્ય પણ ગુરુઓની મદદથી થઈ રહ્યું છે. આ માટે તેમણે ગુજરાતના અનેક ઉદાહરણો પણ આપ્યા હતા.